બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે 29 સપ્ટેમ્બરે કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઉંબરી ગામના રહેવાસી પંકજસિંહ વાઘેલા અને તેમની પત્ની લલિબા વાઘેલા બાઈક લઈને શિહોરી પાટણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક સવાર દંપતિ પરથી ટેન્કરનું ટાયર ફરી વળતાં બંનેનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.
બનાસકાંઠામાં શિહોરી પાટણ હાઈવે પર ગંભીર અકસ્માત, દંપતિનું ઘટનાસ્થળે મોત - બનાસકાંઠા સરકારી હોસ્પિટલ
બનાસકાંઠામાં શિહોરી પાટણ હાઈવે પર ટેન્કરની અડફેટે બાઇક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતદેહોને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા
આ બનાવને પગલે આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તેમજ બંને મૃતકોના મૃતદેહોનેે પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી શિહોરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લાં એક જ અઠવાડિયામાં 6 જેટલા અકસ્માતો થયા છે. આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થયા છે.