બનાસકાંઠાઃ પાલનપુર ઉદેપુર નેશનલ હાઈવે પર આવેલા ચિત્રાસણી ઓવરબ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોમાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાનના બિકાનેરના ગંગાસર ગામે રહેતો સુથાર પરિવાર મોડી રાત્રે મુંબઈ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન ચિત્રાસણી બાલારામ ઓવર બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈને ફંગોળાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોના ગંભીર ઈજા પહોંચતા તેઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા. આ બનાવને પગલે બાજુમાંથી પસાર થતા વાહનચાલકોને પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ખુરચા થઈ ગયા હતા અને મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. પાલનપુર તાલુકા પોલીસે અકસ્માતમાં મૃતકોના મૃતદેહને PM અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોના પણ સારવાર દરમિયાન મોત થતા કારમાં સવાર તમામ 5 લોકોના મોત નિપજ્યા હતા.
22 જુલાઈ - ડીસા આખોલ ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે બુધવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત RTO ચાર રસ્તા પાસે સર્જાયો હતો, જેમાં બાઈકને ટ્રેલર ચાલકે પાછળથી ટક્કર મારી ટ્રેલર સાથે ફરાર થઈ રહ્યો હતો. જો કે, પોલીસે કંસારી ટોલનાકા પાસે ટ્રેલર ચાલકને ઝડપી લીધો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
12 જુલાઈ - પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના થરાદ રોડ પર રવિવારના રોજ બાઈક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર શિક્ષકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.