બનાસકાંઠા : જિલ્લાના પાલનપુર અને અમદાવાદ નેશનલ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. તેવામાં બુધવારના રોજ ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પિતાની સાથે બાઇક પર સવાર પુત્રી ટ્રેલરના ટાયર નીચે આવી જતા દીકરી જયા મોદીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, છોકરીના શરીર પરથી ટાયર ફરી વળતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો, 1નું મોત - Accident news
કોરોના વાઈરસને લઇને સમગ્ર દેશમાં લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે વાહન-વ્યવહાર પણ ચાલુ કરવામાં આવ્યો છે. તેવામાં પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા પિતાની નજર સામે જ પુત્રીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા
જયારે બનાવની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મૃતદેહને પી એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.