બનાસકાંઠા : જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં કેટલાંક લોકો ઘાયલ પણ થયા છે અને કેટલાંક લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે વધતા જતા માર્ગ અકસ્માતના બનાવને લઇ બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર મોડી રાત્રે બે ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર-ક્લીનર કેબીનમાં ફસાયા - Accident news
પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામ-સામે ટકરાતા ફસાઈ ગયેલા ડ્રાઇવર અને ક્લીનરને ચાર કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા હતા.
પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત
આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી પરંતુ ડ્રાઈવર અને ક્લીનર બે ટ્રક વચ્ચે ફસાઇ ગયા હતા. જે બનાવને પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ, 108 એમ્બ્યુલન્સ સહિત આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ બંને ઇજાગ્રસ્ત ડ્રાઇવર, ક્લીનરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ વાન મારફતે બંને ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે પાલનપુર પશ્ચિમ પોલીસે અકસ્માત મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.