ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ વે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત - Death

બનાસકાંઠા જિલ્લામાં આજે નેશનલ હાઈ વે 27 પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ટ્રકચાલકોના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં હતાં. બનાવને પગલે આજુબાજુના લોકો અને થરા પોલીસ આવી પહોંચી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રાહત કામગીરી શરૂ કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ-વે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત
બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈ-વે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત

By

Published : Mar 12, 2021, 8:41 PM IST

  • કાંકરેજ પાસે બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં ઘટના સ્થળે 2 વ્યક્તિના મોત થયાં
  • ટ્રકની કેબિનના ફૂરચા ઉડી ગયા

બનાસકાંઠા : કાંકરેજના ઉણ ગામ પાસે નેશનલ હાઇવે 27 પર શુક્રવારના રોજ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને ટ્રકચાલકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 27 પર બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકની કેબિનના ફૂરચા ઊડી ગયાં હતાં અને બન્ને ટ્રકચાલકો કેબિનમાં જ કચડાઇ જતાં બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં.

બંને ટ્રકચાલકો કેબિનમાં જ કચડાઇ ગયાં

આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત

સતત એક સપ્તાહથી થઈ રહ્યાં છે અકસ્માત

આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને થરા પોલીસ આવી પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની વણઝાર ચાલુ છે અને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સર્જાયેલા 6 અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.

આ પણ વાંચોઃભાભરના મીઠા થરાદ હાઇવે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો રોકાવાનું જાણે નામ જ ન લેતાં હોય તેમ રોજેરોજ એક પછી એક અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે હાલમાં ગોઝારો સાબિત થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની જિંદગી પણ ગુમાવી છે.

ABOUT THE AUTHOR

...view details