ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા-પાલનપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત 6 ઘાયલ - banaskantha

લોકડાઉનમાં ડીસા-પાલનપુર હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.

ડીસા-પાલનપુર હાઈ વે પર સર્જાયો અકસ્માત
ડીસા-પાલનપુર હાઈ વે પર સર્જાયો અકસ્માત

By

Published : May 5, 2020, 3:26 PM IST

બનાસકાંઠા : હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને વાહનોની અવરજવર પણ બંધ હાલતમાં છે. તેમ છતાં પણ અકસ્માતનો સિલસિલો જારી છે.

બનાસકાંઠાના ડીસા પાલનપુર હાઈવે પર આવેલા રસાણા ગામના પાટિયા પાસે પણ દૂધના ટેન્કર પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતુ.

જ્યારે સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details