ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાભરના મીઠા થરાદ હાઇવે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત આજે ભાભરના મીઠા થરાદ હાઇવે પર થયો હતો. ઘટનાસ્થળે જ બાઇકસવાર બે યુવકોના કરૂણ મોત નીપજ્યાં હતાં.

By

Published : Mar 5, 2021, 7:12 PM IST

ભાભરના મીઠા થરાદ હાઇવે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત
ભાભરના મીઠા થરાદ હાઇવે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત

  • ભાભર પાસે સર્જાયો અકસ્માત, બેના મોત
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો

    ભાભરઃ ભાભરના કુવાળા હાઇવે પર પૂરઝડપે આવી રહેલી ટ્રકના અડફેટે આવતાં બાઈકસવાર બે યુવકોના ઘટનાસ્થળે કરુણ મોત થયાં હતાં. જ્યારે બાઇકસવાર અન્ય ત્રણ યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા ભાભર રેફરલ હોસ્પિટલ ભાભર ખાતે ખસેડાયો છે. ભાભરના કુવાળા હાઇવે પર ટ્રક અને બાઈક સામસામે ટકરાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઠાકોર સમાજના ત્રણ યુવકો બાઈક લઇને કુવારા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પરથી રોડ પર પટકાતા જ બે યુવકોનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજયાં હતાં, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ભાભરથી 108 એમ્બ્યુલન્સ વાન અને આજુબાજુના લોકો અકસ્માત સ્થળે આવી પહોંચ્યાં હતાં અને રાહત કામગીરી શરૂ કરતાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

    આ બનાવને પગલે ભાભર પોલીસ પણ આવી પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, જયારે ટ્રકચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના મોત થતાં ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચોઃભાભર પાસે સર્જાયો અકસ્માત, બેના મોત, એક ઇજાગ્રસ્ત

  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો

    બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લાં પાંચ મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક નાના-મોટા અકસ્માતો થયાં છે અને આવા નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી બાઈકસવારો સૌથી વધુ અકસ્માતના ભોગ બન્યા છે. વારંવાર બનાસકાંઠા જિલ્લામાં સર્જાતા અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હેવી વાહનોના ગભરાટભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યાં છે .ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતોમાં સૌથી વધુ બાઈકસવારો મોતને ભેટ્યાં છે. આ બાબતે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હેવી વાહનો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો વારંવાર સર્જાતા અકસ્માતનો અટકી શકે તેમ છે.

    મૃતકોના નામ
  • સંજયભાઈ ભુરાભાઈ ઠાકોર
  • હકાભાઈ અમૂભાઈ ઠાકોર
  • સ્વરુપજી હરાજી ઠાકોર-ઇજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details