- ડીસા આર.ટી.ઓ સર્કલ પાસે સર્જાયો ગોઝારો અકસ્માત
- અકસ્માતમાં ઘટના સ્થળે એકનું મોત
- વારંવાર સર્જાતાં અકસ્માતથી લોકોમાં ભય
બનાસકાંઠા : ડીસા આર.ટી.ઓ ચાર રસ્તા પાસે આવેલા મહાકાળી મંદિરની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ અકસ્માતમાંં 18 વર્ષીય ચૌધરી સમાજના યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જોકે, અકસ્માત સર્જીને ભાગનાર ટ્રક ચાલકને ડીસા તાલુકા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ત્યારે ડીસા તાલુકા પોલીસે યુવકના મૃતદેહને પી.એમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.