ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર RTO સર્કલ પાસે સર્જાયો અકસ્માત, 1 નું મોત 1 ઇજાગ્રસ્ત - Banaskantha rural news

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લામથક પાલનપુર ખાતે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક હોટેલમાં ઘુસી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Palanpur accident
Palanpur accident

By

Published : Jan 29, 2021, 10:48 PM IST

  • પાલનપુર આરટીઓ સર્કલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • વહેલી સવારના અકસ્માતમાં 1 નું મોત 1 ઇજાગ્રસ્ત
  • આબુરોડ તરફથી આવેલા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક હોટલમાં ઘુસી

બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો આબુરોડથી વહેલી સવારના સુમારે એક ટ્રક પાલનપુર આર.ટી.ઓ.સર્કલ નજીકથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રકના ડ્રાઈવરને ઝોકું આવી જતાં ટ્રક સીધી જ આર.ટી.ઓ.સર્કલ નજીક આવેલી હોટેલ સવેરામાં ઘુસી ગઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુંણ મોત નીપજ્યું હતું. તેમજ કલીનરને મહામુસીબત્તે ટ્રકમાંથી બહાર કાઢયો હતો. ઇજાગ્રસ્ત ક્લીનરને પાલનપુર સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો.

પાલનપુર RTO સર્કલ પર અગાઉ પણ થઈ ચૂક્યા છે જીવલેણ અકસ્માતો

પાલનપુર RTO સર્કલનું વળાંક ભયજનક હોવાથી અહીં અનેકવખત જીવલેણ અકસ્માતો બની ચુક્યા છે. આજથી બે વર્ષ પહેલાં ટ્રિપલ અકસ્માત સર્જાતાં એક જ અકસ્માતમાં 13 વ્યક્તિઓના કરુંણ મોત નીપજ્યાં છે. ત્યારે વધુ એક દુર્ઘટના સર્જાતાં અનેક સવાલો ઊભાં થયાં છે.

ABOUT THE AUTHOR

...view details