- બનાસકાંઠાના દિયોદર નજીક સર્જાયો અકસ્માત
- કાર અકસ્માતમાં ભાઈ-બહેનનાં થયા મોત
- કાર ઝાડ સાથે ટકરાતા સર્જાયો હતો અકસ્માત
- ભાઈ-બહેનના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો
બનાસકાંઠા:જિલ્લાના દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે મંગળવારે એક કાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા હોવાની ઘટના બની છે. જેમાં ડીસામાં રહેતા સુધીર જયંતીભાઈ પુજારા અને અમદાવાદમાં રહેતી તેમની બહેન અનિતાબેન જેન્તીભાઈ પૂજારા ભાભરથી ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે કાલચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: વિસનગર વિજાપુર હાઇવે પર પોલીસની ગાડીએ સર્જ્યો અકસ્માત
સમાજમાં શોકનો માહોલ છવાયો
અકસ્માતમાં કારમાં બેઠેલા બન્ને ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ આવી પહોંચી હતી અને બન્નેની મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પુજારા પરિવારમાં એક જ ઘટનામાં બન્ને ભાઈ-બહેનના મોત થતાં સમાજમાં શોકનો માહોલ છવાયો છે.