ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત - ધાનેરા-થરાદ હાઇવે

બનાસકાંઠા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે વાહનચાલકોના મોત નીપજ્યા હતા. ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ થઈ જતા તેમજ કાંકરેજ શિહોરી હાઈવે પર ટ્રેલરની અડફેટે આવી જતા બંને જગ્યાએ વાહનચાલકના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત
બનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત

By

Published : Feb 21, 2021, 6:17 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો
  • કાંકરેજ તાલુકાના શિહોરી હાઈવે પર આજે એક ટ્રેલર ચાલકે બાઈક ને અડફેટે લેતા મોત
  • ધાનેરા થરાદ હાઇવે પર આવેલ રામસીપુરા પાટીયા પાસે બાઈક સ્લીપ ખાતા એકનું મોત

બનાસકાંઠા: આજે બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક ચાલકોના મોત નીપજ્યા હતા. ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ ખાઈ જતા તેમજ કાંકરેજ શિહોરી હાઈવે પર ટ્રેલરની અડફેટે આવી જતા બંને જગ્યાએ વાહનચાલકના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો

એક તરફ ગુજરાત સરકાર માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત મોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઈક સવારો બની રહ્યા છે. મોટા હેવી વાહનોના ગભલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક બાઈક સવારોના મોત નીપજ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને લઈને હાલમાં લોકોમાં ચિંતાનો વધારો થઈ રહ્યો છે. ત્યારે સત્વરે પોલીસ દ્વારા પૂરપાટ ઝડપે વાહન હંકારતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થઈ શકે તેમ છે.

કાંકરેજ તાલુકાના શિહોરી હાઈવે પર આજે એક ટ્રેલરચાલકે બાઈકને અડફેટે લેતા મોત

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં આજે બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા બે અકસ્માતમાં બે વાહનચાલકનું કરૂણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. કાંકરેજ તાલુકાના શિહોરી હાઈવે પર આજે એક ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર નીચે બાઈક આવી જતા વાહનચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. બનાવને પગલે શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધાનેરા-થરાદ હાઇવે પર આવેલ રામસીપુરા પાટીયા પાસે બાઈક સ્લીપ ખાતા એકનું મોત

ધાનેરા થરાદ હાઇવે પર આવેલા રામસીપુરા પાટીયા પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ પર પટકાયા અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા જ 35 વર્ષીય બાઇક ચાલક શ્રવણજી જેયપાલનું ઘટના સ્થળે કરૂણ મોત થયુ હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત

ABOUT THE AUTHOR

...view details