બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા વળાંક પાસે કમાન્ડર જીપ અને અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કમાન્ડર જીપમા સવાર પતિ-પત્ની સહિત કુલ 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ બનાવના પગલે અરેરાટી વ્યાપી હતી. 4 લોકોના મૃતકોને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત - બનાસકાંઠા સમાચાર
પાલનપુરઃ બનાસકાંઠાના લાખણાસર કુચાવાડા નજીક ટ્રેલર અને કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ પત્ની સહિત 5 લોકોના મોત થયા હતા. 4 મૃતકોને ડીસા સિવિલમાં પી.એમ અર્થે ખસેડાયા હતા.
Banskantha
રાજસ્થાન ખાતે રહેતા વાદીબેન તેમના પતિ જગશીરામને દાઢનો દુખાવો ઉપડતા તેઓ ડીસા સારવાર અર્થે આવ્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.
મૃતકોના નામઃ
- પવિબેન હરિભાઈ સુથાર (ઉ.45 રહે સાંતરવાડા તા.દાંતીવાડા)
- કનુભા માલસિંગ સોલંકી (ઉ 25 રહે બુરાલ તા.ડીસા)
- જગશીરામ રૂડાજી માજીરાણા (ઉ.45 રહે.કેશુવા તા.રેવદર જી.સિરોહી રાજસ્થાન)
- વાદીબેન જગશીરામ માજીરાણા (ઉ 42 -હે.કેશુવા તા.રેવદર જી.સિરોહી)
- કાનૂબેન દિનેશભાઇ પટેલ ( રહે મંડાર ઉમેદપુર)