બનાસકાંઠાઃ જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વડગામના ખરોડીયા અને સેમોદ્રા વચ્ચે આવેલા વળાંકમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાબાદ ટ્રકચાલક નાસી છૂટતાં પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડગામના ખરોડીયા-સેમોદ્રા માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત - અકસ્માતના કારણે મરનારા લોકોની સંખ્યા
બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયું છે. વડગામના ખરોડીયા અને સેમોદ્રા વચ્ચે આવેલા વળાંકમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો.
બનાસકાંઠા જિલ્લામાં અનલોક લાગુ થતા અકસ્માતની ઘટનાઓ બનવાની શરૂઆત થઈ હતી. ત્યારે વડગામ તાલુકાના પસવાદળ ગામના યુવકનું માર્ગ અકસ્માતમાં ઘટનામાં મોત થયું છે. માર્કેટિંગનો ધંધો કરતાં જીગરભાઇ ગણપતભાઇ જોષી પોતાના ઘરેથી બાઇક લઇને પાલનપુર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ખરોડિયા અને સેમોદ્રા વચ્ચે વળાંકમાં સામેથી આવી રહેલા ટ્રક ચાલકે જીગરભાઇને ટક્કર મારી હતી.
આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ તેમનું મોત થતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયા બાદ પાલનપુર પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્થળ પર પહોંચી મૃતકની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.