ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ વાવ થરાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત - Charda village

બનાસકાંઠાના વાવ થરાદ હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બાઇકની પાછળ બેઠેલી તેમની પત્ની ગંભીર રીતે ધાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના વાવ થરાદ હાઇવે પર અકસ્માત
બનાસકાંઠાના વાવ થરાદ હાઇવે પર અકસ્માત

By

Published : Sep 17, 2020, 10:50 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં વાવ થરાદ હાઇવે પર બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. થરાદ વાવ હાઇવે પર આવેલા ચારડા ગામના પાટિયા નજીક આ અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક હસાભાઈ દલાભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાઇકની પાછળ બેઠેલા તેમની પત્ની નિલાબેન હસાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના વાવ થરાદ હાઇવે પર અકસ્માત

આ અકસ્માતમાં હસાભાઈ પટેલનું ઘટના સ્થળે મોત થતા તેમના મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાવ થરાદ હાઇવે પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ABOUT THE AUTHOR

...view details