ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવ ભાભર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની, બાઇક ચાલકનું મોત 1 ગંભીર

બનાસકાંઠાના સરહદી ભાભર-વાવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં સરકારી હોસ્પિટલની ખિલખિલાટ વાનના ચાલકે બાઈક સવાર બે યુવકો ને ટક્કર મારી ફરાર થઈ જતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભાભર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાવ ભાભર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની, બાઇક ચાલકનું મોત 1 ગંભીર
વાવ ભાભર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની, બાઇક ચાલકનું મોત 1 ગંભીર

By

Published : Mar 16, 2021, 7:22 PM IST

  • વાવ ભાભર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની
  • બાઇક અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 1નું મોત 1ને ગંભીર ઇજા

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં ભાભર વાવ રોડ પર ખિલખિલાટ એમ્બ્યુલન્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જયારે એકને ગંભીર ઇજા પહોંચી હતી.

ઘાયલને સારવાર અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથધરી

બનાસકાંઠાના સરહદી ભાભર ખાતે મજૂરીકામ કરતાં મેઘરાજભાઈ માળી અને તેમના મિત્ર અનુપભાઈ માળી બાઈક લઈને પોતાના ગામ વાવ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલી સરકારી હોસ્પિટલની ખિલખિલાટ એમ્બ્યુલન્સના ચાલકે બાઇક સવાર યુવકોને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક મેઘરાજભાઈ રોડ પર પટકાતા અને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવારના મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુ-બાજુના લોકો તેમજ ભાભર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે અકસ્માત બાદ ફરાર થએલા ખિલખિલાટએમ્બ્યુલન્સ ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details