બનાસકાંઠા : પાલનપુર ઉદયપુર નેશનલ હાઈવે પર ચિત્રાસણી પાસે આજે મંગળવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જઈ રહેલા ટ્રેલરની પાછળ આઈસર ટ્રક ઘૂસી ગઈ હતી. આઇસર ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર આઈસર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત - Eiser and truck
બનાસકાંઠામાં આજે મંગળવારે પાલનપુર ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરની પાછળ આઈસર ટ્રક ઘુસી જતા ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક ચાલકનો મૃતદેહ ત્રણ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી શકાયો હતો.
પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર આઈસર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત
જોકે આ અકસ્માત એટલો ગંભીર હતો કે આઈસરનો આગળના ભાગથી ભુક્કો થઈ ગયો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ ચાલકના મૃતદેહ બહાર કઢાયો હતો. આ બનાવની જાણ થતાં જ લોકો ઘટનાસ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે અકસ્માતની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.