ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં ત્રણ કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત, એકને ઇજા - પાલનપુર અકસ્માત

પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તાર નજીક ચાર વાહનો એકસાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ શખ્સને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

sa
sa

By

Published : Feb 2, 2021, 9:48 AM IST

  • પાલનપુરના હનુમાન ટેકરી નજીક ચાર વાહનો વચ્ચે ટક્કર
  • કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી બે કાર અને એક બાઇક એકબીજા સાથે અથડાયા
  • જુબેરખાન બેહલીમ નામના યુવકને ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા

પાલનપુરઃ પાલનપુર શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્રણ દિવસ અગાઉ જ શહેરના આરટીઓ સર્કલ નજીક ટ્રક હોટેલમાં ઘુસી જતાં એકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલ હનુમાનટેકરી નજીક ચાર વાહનો એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.

ચાર વાહનો વચ્ચે ટક્કર

પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તાર નજીક ચાર વાહનો એકસાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ શખ્સને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો રવિવારની રાત્રે હનુમાન ટેકરી નજીક એક કારે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી બે કારો અને એક બાઇક એકબીજા સાથે ટકરાયા હતા. જેમાં ચારેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

એક શખ્સ ઈજાગ્રસ્ત

તેમજ 35 વર્ષીય યુવાન જુબેરખાન બેહલીમ નામના યુવકને આ ઘટનામાં ઇજાઓ પહોંચતા તેમને 108 મારફતે ખાનગી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. પોલીસે આ મુદ્દે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details