- ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ
- બનાસ નદીમાં અચાનક પાણીનું વહેણ વધતા નદીમાં દંપતી ફસાયું
- ચાર કલાકના રેસ્ક્યૂ બાદ હોડી મારફતે દંપતીને બહાર નીકળ્યું
બનાસકાંઠા:આ વખતે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ નહિવત જેટલો થયો હતો અને સતત એક મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ત્રણે-ત્રણ ડેમ હજુ સુધી કોરા છે અને પાણીના તળ પણ 1 હજાર ફૂટથી પણ વધુ ઊંડા ઉતરી ગયા છે, ત્યારે છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં સતત ભારે વરસાદના કારણે હવે બનાસ નદીમાં નવા નીર આવતાં ખેડૂતોને પાણી ન તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે.
બનાસ નદીના પૂરમાં તણાતા વૃદ્ધ દંપતિનો આબાદ બચાવ અચાનક રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ
રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત સારો વરસાદ થયો હતો. તેના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનમાં તો બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીર આવતા હવે જિલ્લામાં ઊંડા ઉતરી રહેલા પાણીના તળ ઊંચા આવશે. તેવી ખેડૂતોને આશા બંધાઈ છે, જો કે હજુ સુધી બનાસકાંઠાના ત્રણ માંથી એક પણ ડેમમાં નવું પાણી આવ્યું નથી, ત્યારે રાજસ્થાનમાં સતત સારો વરસાદ થાય અને બનાસકાંઠા જિલ્લાના ત્રણ જળાશયો પાણીથી છલકાઈ જાય તેવી ખેડૂતો વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં ભારે વરસાદ, રોડ-રસ્તાને રૂપિયા 3 કરોડથી વધુનું નુકશાન
બનાસ નદીના પાણીમાં દંપતી ફસાયું
રાજસ્થાનના ઉપરવાસમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. ભારે વરસાદના પગલે રાજસ્થાની બનાસ નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે વહેલી સવારે અચાનક નદીમાં વધુ પાણી આવી જતા એક વૃદ્ધ દંપતી પણ ફસાઈ ગયા હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો પ્રવાહ વધતા આ વૃદ્ધ દંપતી કલાકો સુધી એક માત્ર બાવળની ઝાડીના સહારે જે બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
દંપતીનું રેસ્ક્યૂ કરાયું
આ બનાવના પગલે તાલુકા વિકાસ અધિકારીએ પણ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોળી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે સતત 4 કલાક સુધી ભારે જહેમત બાદ આ વૃદ્ધ દંપતીને સહિ-સલામત બહાર નીકાળવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નદીમાં પાણીનો પ્રવાહ પણ ધીમેધીમે વધી રહ્યો છે ત્યારે નદી કિનારાવાળા વિસ્તારના લોકો નદી થી દુર સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે.
આ પણ વાંચો:ગતવર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદમાં વરસાદ સૌથી ઓછો
દાંતીવાડા ડેમમાં પાણીની આવક
બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને ને પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસનદી બે કાંઠે વહેવા લાગી હતી. છેલ્લા બે દિવસથી લગાતાર ભારે વરસાદ થતાં રાજસ્થાન માંથી નીકળી બનાસકાંઠા માં આવતી બનાસનદી પણ બે કાંઠે શરૂ થઈ ગઈ હતી. જેને લઈ દાંતીવાડા ડેમમાં અત્યારે 19920 ક્યૂસેક જેટલા પાણી ની આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમ માં હાલ 9 ટકા જેટલું પાણી છે જેની સપાટી 551 ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સતત વરસાદ ઘટતા દાંતીવાડા સહિત બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો ખાલીખમ થઈ ગયા હતા. આ વખતે દાંતીવાડા ડેમમાં માત્ર 8 ટકા જેટલુ જ પણ હતું. અને આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ન તળ1 હજાર ફૂટથી પણ વધુ ઊંડા જતા રહ્યા હતા ત્યારે હવે આ વર્ષ પહેલીવાર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ખેડૂતોને ભૂગર્ભજળ ઊંચા થવાની આશા જાગી છે.