ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાન દ્વારા ભારતના વિસ્તારોને તેના નક્શામાં દર્શાવાતા પાલનપુર AAP કાર્યકરોનું વિરોધ પ્રદર્શન - આમ આદમી પાર્ટી પાલનપુર દ્વારા વિરોધ પ્રદર્શન

તાજેતરમાં પાકિસ્તાન દ્વારા ભારતના કેટલાક વિસ્તારોને તેના નકશામાં દર્શાવાતા નવો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાનની આ હરકતને પગલે ભારતમાં ચારેબાજુથી વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ગુજરાતમાં પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પૂતળા દહનનું આયોજન કરી અને પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન દ્વારા ભારતના વિસ્તારોને તેના નકશામાં દર્શાવાતા પાલનપુરમાં AAP કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
પાકિસ્તાન દ્વારા ભારતના વિસ્તારોને તેના નકશામાં દર્શાવાતા પાલનપુરમાં AAP કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

By

Published : Aug 6, 2020, 7:08 PM IST

બનાસકાંઠા: ભારતના કેટલાક વિસ્તારોને પાકિસ્તાન દ્વારા તેના નકશામાં દર્શાવી નાપાક હરકત દ્વારા ભારતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગુરૂવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના પૂતળા દહનના કાર્યક્રમ નું આયોજન કર્યુ હતું. પરંતુ તે પૂર્વે જ પોલીસે કાર્યકરો પાસેથી પૂતળુ ઝુંટવી લઈ જપ્ત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઇમરાન ખાનના પોસ્ટર ફાડી વિરોધ દર્શાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details