ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં AAPએ નવા ટ્રાફિક નિયમોનો કર્યો વિરોઘ, સરકારને આપ્યું અલ્ટીમેટમ - સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર

પાલનપુર: મોદી સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ બિલ પાસ કર્યા બાદ ગુજરાત સરકારે સુધારા કરી આજથી કાયદાનો અમલ કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટી (AAP)એ નવા અમલી બનેલા ટ્રાફિક એકટના વિરોધમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી આગામી 31 ઓક્ટોબર સુધીમાં આ એક્ટ દૂર કરવાની માગ કરી છે.

aap

By

Published : Sep 16, 2019, 4:53 PM IST

આમ આદમી પાર્ટીએ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની છે અને આવી અસહ્ય મંદીમાં સરકારનો આ નવો કાયદો લોકો માટે ખૂબ જ મોટી મુશ્કેલી બની રહ્યો છે. તેની સાથે-સાથે આમ આદમી પાર્ટીએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આગામી 31મી ઓક્ટોબર સુધી આ કાયદો હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને સરકાર દ્વારા જો આ કાયદો હટાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરશે.

ડીસામાં AAPએ નવા ટ્રાફિક નિયમોનો કર્યો વિરોઘ, સરકારને આપ્યું અલ્ટીમેટમ

ABOUT THE AUTHOR

...view details