બનાસકાંઠાઃ સમગ્ર જિલ્લામાં ડીસાના સરકાર હસ્તકના ટીસીડી ફાર્મ મેદાનમાં કેટલાક યુવાનો ડ્રગ્સની ચૂસ્કી લેતા હોવાના અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેથી સોમવારે આદમી પાર્ટી તથા જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં નશીલા પદાર્થનું વેચાણ બંધ કરવા અને આવા પ્રકારનું વેચાણ કરનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
ડીસામાં નશીલા પદાર્થોને બંધ કરવા AAPનું નાયબ કલેક્ટરને આવેદન - બનાસકાંઠા કલેક્ટર
બનાસકાંઠા આમ આદમી પાર્ટી તથા જાગૃત નાગરિકો દ્વારા શહેરમાં ડ્રગ્સ માફીયાઓ સામે કડક કાર્યવાહી કરવા બેડૂં ઉઠાવ્યું છે. જે અંતર્ગત સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બનાસકાંઠાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ડીસામાં નશીલા પદાર્થોને બંધ કરવા AAPનું નાયબ કલેક્ટરને આવેદન
આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ શહેરના તમામ નાગરીકોને આગળ આવી શહેરમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરનારા લોકોને ખુલ્લા પાડવા અપીલ કરી છે.