- બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવમાં વધારો
- કાંકરેજના ચાંગા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા
- પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠાઃજિલ્લામાં છેલ્લા દસ દિવસમાં અનેક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પણ જિલ્લામાં હત્યા, આત્મહત્યા, ચોરી, લૂંટ જેવી અનેક ઘટનાઓ વારંવાર સામે આવી હતી. સતત વધતી જતી ગુનાહિત ઘટનાઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અનેક ગુનાહિત ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સરહદી વિસ્તારમાં ૫થી પણ વધુ હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે.
આ પણ વાંચોઃ પ્રેમ સંબંધને લઇને બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાની થઈ હત્યા
સામાન્ય બાબતમાં થઇ બોલાચાલી
જિલ્લામાં અત્યારે આત્મહત્યાના છેલ્લા એક અઠવાડિયાથી એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. લોકો સામાન્ય બાબતમાં હત્યાને આત્મહત્યાના જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના ચાંગા ગામ પાસે ગઈકાલે મોડી સાંજે સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા કરી હોવાની ઘટના બની છે, જેમાં ચાંગા ગામે બે દિવસ અગાઉ જ અલ્પેશ ચૌધરી અને પિયુષ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી જો કે તે સમયે મામલો સ્થાનિક લોકોના સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો.