ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરની એક યુવાન દીકરીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શરૂ કર્યું અનોખું અભિયાન

પાલનપુર તાલુકાના વાસડા ગામે રહેતી એક યુવાન દીકરીએ મહિલાઓને સ્વરોજગારી અપાવવા એક નવતર રસ્તો શોધી કાઢ્યો છે. વડગામ તાલુકાના ગામે ગામ ફરી મહિલાઓને સ્વરોજગારીની વિનામૂલ્યે તાલીમ અપાવી રહી છે.

પાલનપુર
પાલનપુર

By

Published : Dec 20, 2020, 7:27 PM IST

  • શિક્ષિકાએ મહિલાઓને સ્વરોજગારી અપાવવા શોધ્યો એક નવતર રસ્તો
  • પાલનપુરની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે બજાવે છે ફરજ
  • શિક્ષિકાએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઉપાડયું મિશન

બનાસકાંઠા : પાલનપુર તાલુકાના વાસડા ગામે રહેતી એક યુવાન દીકરીએ મહિલાઓને સ્વરોજગારી અપાવવા એક નવતર રસ્તો શોધી કાઢ્યો છે. વડગામ તાલુકાના ગામે ગામ ફરી મહિલાઓને સ્વરોજગારીની વિનામૂલ્યે તાલીમ અપાવી રહી છે.

વડગામ તાલુકાના ગામે ગામ ફરી 30 થી વધુ મહિલાઓને એકત્ર કરી અપાવી રહી છે સ્વરોજગારીની તાલીમ

પ્રિયંકા ચૌહાણ નામની આ યુવાન દીકરી પાલનપુર તાલુકાના વાસડા ગામે રહે છે. પાલનપુરની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા પોતાના મતવિસ્તાર વડગામ તાલુકામાં નવીન પ્રયોગ હાથ ધર્યો છે. પ્રિયંકા વડગામ તાલુકાના ગામડે ગામડે ફરી મહિલાઓને શિવણ, પાપડ, ખાખરા, બ્યુટીપાર્લર વગેરેની વિનામૂલ્યે તાલીમ અપાવી રહી છે. 30થી વધુ મહિલાઓનું એક ગ્રૃપ બનાવી તેમને જે જુદી જુદી સંસ્થાઓ સાથે સંકલન સાથી વિનામૂલ્યે સ્વરોજગારીની તાલીમ અપાવી રહી છે.

વડગામના માધુપુરા ગામની 30 બહેનોને ખાખરા બનાવવાની તાલીમ આપવા સંસ્થા સાથે કર્યું સંકલન

મહિલાઓને સ્વરોજગારીની તાલીમ આપતી આરસેટી પાલનપુર નામની સંસ્થા સાથે સંકલન કરી વડગામ તાલુકાના માધેપુરા ગામની 30 બહેનોને ખાખરા બનાવવાની તાલીમ અપાશે. એક મહિનાની ટ્રેનિંગ બાદ સંસ્થા આ તમામ બહેનોને રોજગારી પણ પુરી પાડશે.

પ્રિયંકાનું આગામી ટાર્ગેટ -100થી વધુ ગામોની બહેનોને આત્મનિર્ભર બનાવવી

મહિલાઓ માત્ર શિક્ષિત નહીં પણ આત્મનિર્ભર પણ બને તે હેતુથી પ્રિયંકા ચૌહાણ નામની આ દીકરીએ ઉપાડેલું આ અભિયાન પ્રશંસાને પાત્ર છે. જો દરેક ભણેલી સ્ત્રી પ્રિયંકાની જેમ વિચારે તો સમાજમાં મહિલાઓને લગતા પ્રશ્નો આપમેળે હલ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details