બનાસકાંઠાઃ જિલ્લા દુષ્કર્મની ઘટના બની હતી. વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી હતી. આ બાબતે વિધવા મહિલાએ કાકાજી સસરા સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવતાં સમગ્ર હકીકત સામે આવી છે.
બનાસકાંઠાઃ વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યુ - Big Kapra village
બનાસકાંઠા જિલ્લામાં એક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં એક વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે.
![બનાસકાંઠાઃ વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ આચર્યુ બનાસકાંઠાઃ એક વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ દુષ્કર્મ ગુજાર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9106253-132-9106253-1602209929669.jpg)
બનાસકાંઠા જિલ્લામા એક દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. વિધવા મહિલા પોતાના પુત્રો સાથે રહેતી હતી અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી હતી, ત્યારે આ વિધવા મહિલા પર પોતાના કુટુંબના કાકા સસરાએ મહિલાના ઘરે જઈને મહિલાને ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો અને જો કોઈને કહેશે તો તેના પુત્રોને મારી નાખવાની ધમકી આપી હતી.
ડરી ગયેલી વિધવા મહિલાને શું કરવું તે શુજતું ન હતું, ત્યારે આ બનાવ બાબતે મહિલા આખરે નજીકના સગાને વાત કરતા વિધવા મહિલાને હિંમત આપી ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતુ. અને પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાથી વાકેફ કરતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા માટેની તજવીજ હાથ ધરી હતી.