બનાસકાંઠા : જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે. બેકાબૂ બનતા કોરોનાને લઈને તંત્ર એક્શન મોડમાં છે. કલેકટરે આજે બુધવારે ઉચ્ચ અધિકારીઓ સાથે ડીસા તેમજ પાલનપુરના કન્ટેન્ટ ઝોન વિસ્તારની મુલાકાત લઇ તે વિસ્તારની કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું.
બનાસકાંઠામાં વધતા કોરોનાના કેસને લઇ કલેક્ટરે કન્ટેન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી
જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે. જિલ્લામથક પાલનપુર અને વેપારી મથક ડીસામાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ આવતા હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. આજે બુધવારે કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓ સાથે કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લઇ શું તકેદારી રાખવામાં આવી રહી છે તેને લઈને જાત નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે અધિકારીઓ સાથે વાતચીત કરી કોરોનાને અટકાવવા માટે શું તકેદારી રાખી શકાય તે માટે ચર્ચા કરી હતી. કલેકટરની મુલાકાતના પગલે શહેરમાં ટોળા એકત્ર ન થાય તે માટે તંત્ર કામે લાગ્યું હતું. આ તકે કલેકટર સંદીપ સાંગલે લોકોને અપીલ કરી હતી કે કોરોના વાઇરસનું સંક્રમણ અત્યારે લોકલ ટ્રાન્સમિશનના કારણે થઈ રહ્યું છે. જેથી લોકોએ તકેદારી રાખવી જોઈએ સોશિયલ સાયન્સનું પાલન કરવું જોઇએ અને કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં આવતા લોકોએ અન્ય લોકોના સંપર્કમાં આવતા ટાળવું જોઈએ.