ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ પૂજા વંદન કાર્યક્રમ યોજાયો - આદર્શ પ્રાથમિક શાળા ખાતે વેલેન્ટાઈની ડે ની અનોખી ઉજવણી

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે આદર્શ પ્રાથમિક શાળા ખાતે વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આજના દિવસે વાલીઓની પૂજા કરી ઉજવણી કરવામાં આવી હતી.

deesa
ડીસા

By

Published : Feb 14, 2020, 5:41 PM IST

બનાસકાંઠા : આજે સમગ્ર વિશ્વમાં લોકો ધામધૂમપૂર્વક વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે દર વર્ષે ભારતીય સંસ્કૃતિને લગતા કાર્યક્રમો ઉજવતી આદર્શ પ્રાથમિક શાળા ખાતે આજે વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે લોકો પોતાના માતા-પિતાને ભૂલી જઈ અને બહાર ખોટા ખર્ચા કરતાં હોય છે.

ડીસામાં વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ પૂજા વંદન કાર્યક્રમ યોજાયો

ત્યારે આજના દિવસે આદર્શ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. નાનપણથી જ બાળકો માતા-પિતાની સેવા કરવામાં માને તે માટે આજના દિવસે માતા-પિતાની પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા 62 વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાની પૂજા કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

દેશમાં આજે લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ સૌથી વધુ કેન્દ્રિત થતા હોય છે. આજે મોટાભાગના તહેવારો ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિને લગતા ઉજવાય છે. તહેવારોમાં ભારતના લોકો મોટા મોટા ખર્ચાઓ પણ કરતા હોય છે. ત્યારે આજના દિવસે ડીસાની આદર્શ પ્રાથમિક શાળા ખાતે ફરી લોકો ભારતીય સંસ્કૃતિ તરફ વળે એને માતા-પિતાની પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજે યોજાયેલ માતૃ-પિતૃ વંદન કાર્યક્રમમાં 62 જેટલા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને ફૂલનો હાર પહેરાવી, આરતી કરી મોં મીઠું કરાવી પૂજા કરી હતી. આજના આ સમયમાં ખાસ લોકો પોતાના માતા પિતા એટલે કે જે જનેતાએ દીકરાને જન્મ આપ્યો છે. તે દીકરો મોટો થઈ અને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. ત્યારે અભ્યાસની સાથો સાથ નાનપણથી જ નાના બાળકોને સારા સંસ્કાર મળે તે માટે આજના દિવસે માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો, વાલીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details