ગુજરાત

gujarat

ETV Bharat / state

Jaljilani Ekadashi : ડીસામાં જલજીલણી એકાદશી નિમિત્તે શ્રીકૃષ્ણને સ્નાન કરાવવાની અનોખી પરંપરા, જાણો પૌરાણિક કથા - ડોલ અગિયારસ

જલઝીલણી એકાદશી નિમિત્તે દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનને નદીના જળમાં સ્નાન કરાવવાની વિધિ કરવામાં આવતી હોય છે. ત્યારે ડીસામાં પણ જુના રામજી મંદિરેથી વર્ષોની પરંપરા મુજબ કૃષ્ણ ભગવાનને બનાસ નદીમાં સ્નાન કરાવવા વિશાળ પાલખી સાથે ગણપતિ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

Jaljilani Ekadashi
Jaljilani Ekadashi

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 10:12 PM IST

ડીસામાં જલજીલણી એકાદશી નિમિત્તે શ્રીકૃષ્ણને સ્નાન કરાવવાની અનોખી પરંપરા

બનાસકાંઠા :ડીસા ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ જલજીલણી એકાદશીની ભગવાન શ્રીકૃષ્ણની પાલખી યાત્રા નીકળે છે. આજે બપોરે જુના રામજી મંદિરથી પાલખીયાત્રા નીકળી હતી. ત્યાંથી રીસાલા ચોક, પોલીસ સ્ટેશન, ભગવતી ચોક અને સોની બજાર થઈ બનાસ નદીમાં જઈ ભગવાનની જળાભિષેક વિધિ કરવામાં આવી હતી. જેની સાથે શહેરમાં બિરાજમાન થયેલા વિવિધ 100 જેટલા ગણપતિની પણ સામૂહિક વિસર્જન યાત્રા જોડાઈ હતી.

જળઝીલણી અગિયારસ : જળઝીલણી અગિયારસ નિમિત્તે જળયાત્રામાં પ્રભુ પાલખીમાં બેસી નગરચર્યાએ કરે છે. પ્રભુને નદીમાં સ્નાન કરાવવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા સાથે છેલ્લા બે દાયકાથી સામૂહિક ગણેશ વિસર્જનની પરંપરા જોડાઈ ગઈ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા નિયમ પ્રમાણે વ્રત કરીને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાનો પક્ષ બદલી નાખે છે. તેથી જ તેને પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે.

સાર્વજનિક ગણેશોત્સવ : ડીસા તેમજ આજુબાજુના ચાલુ વર્ષે 300 થી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત અનેક લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. ગણેશોત્સવ નિમિત્તે અન્ય જગ્યાએ પાંચમથી લઈ અનંત ચતુર્દશી સુધી ગણેશ વિસર્જન થાય છે. પરંતુ ડીસા શહેરમાં સાર્વજનિક ગણેશોત્સવનું વિસર્જન સામૂહિક રીતે કરવાની પરંપરા બંધાઈ ગઈ છે.

અનોખી પરંપરા : અગિયારસે ભગવાનની પાલખી પાછળ એક પછી એક ગણેશ મંડળોના ગણપતિ વિસર્જન માટે પોતપોતાના વાહનોમાં ડીજે બેન્ડ, ઢોલ નગારા સાથે વિસર્જન શોભાયાત્રામાં જોડાય છે. જેમાં શોભાયાત્રામાં 50 થી 70 જેટલા ડી.જે અને કેટલાક ખુલ્લી ટ્રકોમાં લાઈવ કાર્યક્રમ કરી નાચતા ઝુમતા શહેરના માર્ગો પર નીકળે છે. ત્યારબાદ બનાસ નદી ઉપરાંત પોતાના વાહનમાં ગણપતિને બાલારામ, વિશ્વેશ્વર, હાથીદરા કે અન્ય જગ્યાએ નદીના પાણીમાં વિસર્જન કરવા લઈ જાય છે.

ભગવાનની શોભાયાત્રા : આ બાબતે શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, આજે જળજીલણી અગિયારસ છે. આ અગિયારસ નિમિત્તે શ્રીકૃષ્ણ ભગવાનને આ મંદિરમાંથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાશે. વાજતે ગાજતે તેમને સ્નાન કરવા માટે લઈ જવા છે. ત્યારબાદ સમગ્ર ડીસા શહેરમાં આ રથયાત્રા ફરશે અને ત્યારબાદ ડીસા શહેરમાં ફરી પરત રામજી મંદિર આવશે અને ત્યાં તે રથયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ ડીસાનું રામજી મંદિર ઐતિહાસિક રામજી મંદિર છે. આ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણએ યમુનાના કિનારે નાહવા જવા માટેની શરૂઆત કરેલી છે. એટલા માટે અગિયારસના દિવસે પરંપરાગત રીતે શ્રીકૃષ્ણ ભગવાનને નદીના કિનારે સ્નાન કરાવવા માટે લઈ જવામાં આવે છે. -- અંકિત શાસ્ત્રી (પૂજારી)

જલજીલણી એકાદશીનું મહત્વ : સનાતન પરંપરામાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ઘણું ધાર્મિક મહત્વ છે. કારણ કે આ દિવસે પરિવર્તન એકાદશી અથવા તો ડોલ અગિયારસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ પવિત્ર તહેવાર મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. આ પવિત્ર તિથિને જલજીલણી એકાદશીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ માટે બાળકના સ્વરૂપને શણગારીને ખાસ ઢીંગલી તૈયાર કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા વરસાવનાર એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ-વિધાન સાથે રાખવામાં આવે છે.

ડોલ અગિયારસની પૂજા પદ્ધતિ :શ્રી હરિની પૂજા માટે સમર્પિત આ પવિત્ર તિથિમાં સવારે સ્નાન કર્યા પછી સાધકે ભગવાન વિષ્ણુ અથવા તેમના વામન અવતાર અથવા ભગવાન કૃષ્ણની ધૂપ, દીપ, પીળા ફૂલ, પીળા ફળ, પીળી મીઠાઈ વગેરેથી પૂજા કરવી જોઈએ. ડોલ અગિયારસની પૂજાના દિવસે સાત પ્રકારના અનાજ ભરીને સાત કુંભની સ્થાપના કરવામાં આવે છે. તેમાંથી એક કુંભની ટોચ પર શ્રી વિષ્ણુની મૂર્તિ મૂકીને પૂજા કરવામાં આવે છે. આ કુંભ ઉપવાસ પૂર્ણ થયાના બીજા દિવસે બ્રાહ્મણને દાન કરવામાં આવે છે. આ વ્રતમાં ચોખાનુ સેવન ન કરવું જોઈએ.

વારીવર્તી એકાદશીનું ધાર્મિક મહત્વ :ડોલ અગિયારસનો પવિત્ર તહેવાર મુખ્યત્વે ભગવાન વિષ્ણુની પૂજા, ઉપવાસ અને તેમના અવતાર ભગવાન કૃષ્ણની સૂર્ય પૂજા માટે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન કૃષ્ણ પ્રથમ વખત માતા યશોદા અને નંદબાબા સાથે શહેરની યાત્રા માટે નીકળ્યા હતા. આ જ કારણ છે કે આ દિવસે કાન્હાને નવા વસ્ત્રો વગેરેથી શણગારવામાં આવે છે. આ પછી સંગીત સાથે ભગવાન શ્રી કૃષ્ણને પાલખીમાં બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસે, ભગવાન કૃષ્ણના દર્શન કર્યા પછી ભક્તો તેમની પાલખી હેઠળ પરિભ્રમણ કરે છે. આ પવિત્ર તહેવારને જળજીલણી એકાદશી પણ કહેવામાં આવે છે.

  1. Vijaya Ekadashi 2023: ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત કરીને મેળવ્યો હતો રાવણ પર વિજય
  2. Maha Shivratri Fair: મહાશિવરાત્રિના મેળામાં બોક્સ બાબાએ ખેંચ્યું સૌનું ધ્યાન, પૂંઠાના બોક્સમાં બેસી બાબા કરશે આરાધના

ABOUT THE AUTHOR

...view details