ગુજરાત

gujarat

ETV Bharat / state

મોદી ભક્તિમાં લીન એવા બનાસકાંઠના રસાણા ગામના ભક્તની જાણીએ કહાની... - Prime Minister Narendra

ડીસા તાલુકામાં આવેલા નાના રસાણા ગામના ધારજીજી ઠાકો જે મોદીજીના ભક્ત છે. 21વર્ષથી મોદીજીની નિત્યક્રમ મુજબ પૂજા અને આરતી કરે છે. પોતાના જીવનકાળમાં એકવાર નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાનું તેમનું સપનું છે.

ડીસા તાલુકાના રસાણા ગામમાં મોદી ભક્તની અનોખી કહાની પર જૂઓ વિશેષ અહેવાલ
ડીસા તાલુકાના રસાણા ગામમાં મોદી ભક્તની અનોખી કહાની પર જૂઓ વિશેષ અહેવાલ

By

Published : Sep 17, 2020, 9:29 AM IST

બનાસકાંઠાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મ દિવસ છે, ત્યારે આજે આપણે એક એવા મોદી ભક્તને મળીશું જે ક્યારેય નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યા નથી. પરંતુ તેમ છતાંય મોદીની ભક્તિમાં લીન છે. ડીસા તાલુકામાં આવેલા નાના રસાણાં ગામના ધારજીજી ઠાકોર છેલ્લા 21 વર્ષથી તેમના ઘરે અને દુકાનમાં મોદીજીની તસ્વીરો લગાવી તેમની નિત્યક્રમ મુજબ પૂજા અને આરતી કરે છે.

મોદી ભક્તિમાં લીન છે તેમના આ ભકત
ધારજીજીની નાનકડી દુકાનમાં નરેન્દ્ર મોદીના લગભગ 1500 કરતાં પણ વધુ ફોટોગ્રાફ તમને જોવા મળશે.આટલું ઓછું હોય તેમ ધારજીજી ઠાકોરે નરેન્દ્ર મોદીને ગુરુ માની લીધા છે અને દર ગુરુવારે નરેન્દ્ર મોદીની તસ્વીરની આરતી પણ ઉતારે છે. જાણે પોતાના ઇષ્ટ દેવની પુજા કરતાં હોય તેટલી શ્રદ્ધાથી ધારજીજી ઠાકોર નરેન્દ્ર મોદીની પુજા કરે છે અને પોતાના જીવનકાળમાં એકવાર નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
ડીસા તાલુકાના રસાણા ગામમાં મોદી ભક્તની અનોખી કહાની પર જૂઓ વિશેષ અહેવાલ

નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા આજે દેશના દરેક લોકો લઈ રહ્યા છે. ત્યારે દર વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી વખતે તેમના ભક્તો અલગ-અલગ પ્રકારે કરે છે. જ્યારથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતમાં તેમની લોકચાહના સૌથી વધારે જોવા મળતી હતી. જ્યારે પણ નરેન્દ્ર મોદી સ્ટેજ પર પ્રવચન આપવા માટે આવે છે. ત્યારે તેમનું પ્રવચન સાંભળવા માટે લોકો કલાકો સુધી સ્ટેજ આગળ બેસી રહેતા હોઇ છે, ત્યારે આજે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારે અનેક મોદી ભક્ત દેશમાં જોવા મળી રહ્યાં છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું નાના રસાણા ગામ ધારજીજી ઠાકોર નાના રસાણા ગામમાં તેમના જ ઘરમાં એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવે છે. જે પીએમ મોદીના મોટા ફેન છે. મોટા મોદી ભક્ત ધારજીજી ઠાકોર તેમના જીવન કાળમાં ક્યારેય પણ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યા નથી પરંતુ તેમને ભગવાન માની બેઠા છે અને ભક્તિ કરી રહ્યા છે.

ડીસા તાલુકાના રસાણા ગામમાં મોદી ભક્તની અનોખી કહાની પર જૂઓ વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details