ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીમાં દિવાળી પર્વથી અનોખો સંદેશ, ભગવાન રામની આરતી કરી અનોખી ઉજવણી કરાઈ

કોરોના મહામારી વચ્ચે હાલમાં લોકો ઘરે રહી સુરક્ષિત દિવાળી પર્વની ઉજવણી કરે તે માટે ડીસાની એક દીકરીએ રંગોળી દોરી લોકોને અનોખો સંદેશ આપ્યો હતો. સાથે જ હિંદુ યુવા સંગઠન દ્વારા ભગવાન રામની મહાઆરતી ઉતારી દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી હતી.

કોરોના મહામારીમાં દિવાળી પર્વથી અનોખો સંદેશ, ભગવાન રામની આરતી કરી અનોખી ઉજવણી કરાઈ
કોરોના મહામારીમાં દિવાળી પર્વથી અનોખો સંદેશ, ભગવાન રામની આરતી કરી અનોખી ઉજવણી કરાઈ

By

Published : Nov 15, 2020, 10:29 PM IST

  • દિવાળીના પર્વમાં અનોખો સંદેશ
  • કોરોના મહામારીમાં સુરક્ષિત દિવાળી પર્વની ઉજવણી કરવા અપીલ
  • હિંદુ યુવા સંગઠન દ્વારા રામ ભગવાનની મહા આરતી યોજાઈ
  • વર્ષો બાદ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ ઉજવાતા ઠેર-ઠેર ઉજવણી કરાઈ

ડીસા: સમગ્ર ભારતભરમાં કોરોના મહામારીના કારણે હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ પર આ વર્ષે લોકો ઓછી ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે લોકો પોતાના ઘરે રહી સુરક્ષિત રીતે દિવાળી પર્વની ઉજવણી કરે તે માટે ડીસાની એક દીકરીએ રંગોળી બનાવી અનોખો સંદેશો આપ્યો હતો. પ્રિયા સોની દ્વારા હાલમાં જે પ્રમાણે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યું છે, જેના કારણે તેની સીધી અસર હિંદુ ધર્મના સૌથી મોટા પર્વ દિવાળી પર્વ પર જોવા મળી રહી છે.

કોરોના મહામારીમાં દિવાળી પર્વથી અનોખો સંદેશ, ભગવાન રામની આરતી કરી અનોખી ઉજવણી કરાઈ

ઘર આંગણે રંગોળી દોરી લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી

દિવાળી પર્વને લઈ લોકો બજારોમાં ભારે ભીડ કરતા હોય છે. ત્યારે આવા સમયે કોરોના વાયરસની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે. ત્યારે આવા સમયે લોકો ઓછા ઘરની બહાર નીકળે અને ઘરે જ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરે તે માટે પ્રિયા સોની દ્વારા પોતાના ઘર આંગણે રંગોળી દોરી લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. આ રંગોળી દોરવા માટે પ્રિયાની સાથે અન્ય દીકરીઓ પણ જોડાઈ હતી અને વધુમાં વધુ લોકો આ રંગોળીના માધ્યમથી સુરક્ષિત રહી દિવાળી પર્વની ઉજવણી કરે તેવી પ્રિયા સોનીએ અપીલ કરી હતી.

કોરોના મહામારીમાં દિવાળી પર્વથી અનોખો સંદેશ, ભગવાન રામની આરતી કરી અનોખી ઉજવણી કરાઈ

હિંદુ યુવા સંગઠન દ્વારા રામ ભગવાનની મહાઆરતી કરાઈ

સમગ્ર દેશ આજે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આજે ડીસા હિંદુ યુવા સંગઠન ભારત, બનાસકાંઠા અને હરસોલીયાવાસના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી રામની મહાઆરતી અને કોરોના જનજાગૃતિ માટે રંગીળી દોરી સમાજમાં એક અલગ મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો. રામ મંદિરના શિલાન્યાસ બાદ પ્રથમ દિવાળી હોવાથી સમગ્ર હિંદુ સમાજ એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આજે અયોધ્યામાં જાણે ભગવાન શ્રીરામ ફરીથી પધાર્યા હોય અને અયોધ્યાને પુનઃ અયોધ્યા બની ગયુ હોય એવો અહેસાસ થઈ રહ્યો છે.

કોરોના મહામારીમાં દિવાળી પર્વથી અનોખો સંદેશ, ભગવાન રામની આરતી કરી અનોખી ઉજવણી કરાઈ

અયોધ્યામાં છ લાખ કરતા પણ વધારે દીવા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો

આ વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે અયોધ્યામાં છ લાખ કરતા પણ વધારે દીવા પ્રગટાવીને અને વિશ્વ રેકોર્ડ સર્જી ભગવાન શ્રીરામનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે દેશના દરેક ખૂણામાં વસતો હિંદુ ભાઈ ગર્વની લાગણી સાથે દિવાળીની ઉજવણી કરવામાં અને ભગવાન શ્રીરામની આરાધનામાં લીન થઈ ગયો છે અને ડીસામાં પણ હિંદુ યુવા સંગઠન દ્વારા ભગવાન શ્રીરામની મહાઆરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details