ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં કેન્સર દિવસની અનોખી ઉજવણી કરાઇ - Cancer Day

સમગ્ર ભારતમાં 4 જાન્યુઆરીના રોજ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત ડીસામાં કેન્સરના રોગને લઈને લોકોમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતા દૂર કરવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડીસામાં કેન્સર દિવસની અનોખી ઉજવણી કરાઇન
ડીસામાં કેન્સર દિવસની અનોખી ઉજવણી કરાઇ

By

Published : Feb 4, 2021, 7:23 PM IST

  • વિશ્વમાં કેન્સર દૂર કરવા જાગૃતિ અભિયાન શરૂ કરાયું
  • ડીસામાં કેન્સર દિવસની અનોખી ઉજવણી
  • ઉત્તર ગુજરાતમાં કેન્સરના રોગમાં વધારો

બનાસકાંઠાઃ વર્ષ દરમિયાન વિશ્વમાં અસંખ્ય લોકો કેન્સરના રોગથી મોતને ભેટતા હોય છે. કેન્સરની બીમારીનો ભાઈ લોકોના મોતનો મુખ્ય કારણ બની રહ્યો છે કારણ કે, કેન્સરના લક્ષણો ધરાવતા દર્દીઓ કેન્સરનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે અને તેના લીધે આવા દર્દીઓ સારવાર કરાવવાનું ટાળતા હોય છે. અને ત્યારબાદ કેન્સરનું પ્રમાણ ખતરનાક હદે વધી ગયા બાદ આવા દર્દીઓને બચાવી શકતા નથી ત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીને વિશ્વમાં કેટલા દેશો દ્વારા કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે વર્ષ દરમિયાન 900 અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

ડીસામાં કેન્સર દિવસની અનોખી ઉજવણી કરાઇ

ડીસામાં કેન્સર દિવસની અનોખી ઉજવણી

આજે ડીસા ખાતે લોકોમાં કેન્સરનો ભય દૂર થાય તે માટે કેન્સરનો ભોગ બની ચૂકેલા દર્દીઓને જ લોકોને જાગૃતિ બનવા માટે સલાહ આપી છે. આ દર્દીઓનું માનીએ તો કેન્સરની બીમારીનો ભોગ બન્યા બાદ લોકો તેની સારવાર કરાવવાનું ટાળતા હોય છે અને તેના લીધે કેન્સરના મોટાભાગના લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે કેન્સરના લક્ષણો ધરાવતા દર્દીઓને કેન્સરથી ગભરાવવાની બિલકુલ જરૂર નથી અને સમયસર તબીબી સારવાર શરૂ કરાવી દેવામાં આવે તો કેન્સર જેવી ખતરનાક બીમારીને પણ માત આપી શકાય છે.

ડીસા

ઉત્તર ગુજરાતમાં કેન્સરના રોગમાં વધારો

વર્તમાન સમયમાં લોકોની બદલાયેલી જીવનશૈલી અને ખોરાકની આદત કેન્સર માટે મુખ્ય કારણભૂત માનવામાં આવે છે. આ ઉપરાંત તમાકુની બનાવટનો વપરાશ અને વ્યસનના લીધે ઉત્તર ગુજરાતમાં કેન્સરના કેસમાં વધારો જોવા મળે છે, ત્યારે કેન્સર રોગના સ્પેશ્યાલિસ્ટ એવા ડૉક્ટર મનોજભાઈ અમીન પણ જણાવી રહ્યા છે કે, કેન્સરની બીમારીને લોકો જેટલી ખતરનાક માની ચૂક્યા છે. તે બીમારી એટલી ખતરનાક બીમારી નથી પરંતુ દર્દીને જો કેન્સરના પ્રાથમિક લક્ષણ દેખાય ત્યારે વહેલામાં વહેલી તકે સારવાર શરૂ કરી દેવામાં આવે તો કેન્સરને માત પણ આપી શકાય છે. આજે વિશ્વ કેન્સર દિવસ છે અને કેન્સર દિવસ પર જ્યારે કેન્સરના દર્દીઓ અને તબીબો લોકોને કેન્સરથી ડરવાના બદલે લડવાનો સંદેશ આપી રહ્યા હોય ત્યારે લોકોએ પણ કેન્સરની બીમારીને લઇને ડરવાની જરૂર નથી મજબૂત મનોબળ અને કેન્સરનો સામનો કરો અને વહેલામાં વહેલી તકે કેન્સરની સારવાર શરૂ કરી દેવામાં આવે તો કેન્સરને પણ નાથી શકાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details