- ડીસા રાધનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટ્રકમાં લાગી આગ
- કેમિકલ ભરેલા ટ્રકમાં લાગી આગ
- ટ્રક ડ્રાઇવરની સમય સૂચકતાથી ક્લિનર અને ડ્રાઇવરનો બચાવ
બનાસકાંઠા : એક તરફ કોરોના વાઇરસની મહામારીને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગ ઘટનાઓ સામે આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગની ઘટના શરૂ થઈ જતી હોય છે. ગત વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતા જ વાહનોમાં આગની અનેક ઘટનાઓ ઘટી હતી, ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત થવાની સાથે છેલ્લા એક અઠવાડિયામાં આગની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે.
ડીસા રાધનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટ્રકમાં લાગી આગ આ પણ વાંચો -સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી
કેમિકલ ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના
ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે મોડી રાત્રે કેમિકલ ભરેલા ટેન્કરમાં આકસ્મિક આગ લાગી ગઇ હતી. ગાંધીધામથી કેમિકલ ભરેલું એક ટેન્કર ડીસા તરફ આવી રહ્યું હતું, તે સમયે ભીલડી પાસેથી પસાર થતી વખતે અચાનક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. જોકે ટેન્કર ચાલક અને ક્લિનરની સમયસૂચકતાને કારણે બન્ને ટેન્કરમાંથી નીચે ઉતરી જતા બન્નેનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો -વડોદરાના કરજણ પાસે ઈસ્કોન પેપર મીલમાં આગ, ફાયર બ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ
પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે
આ આગની ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ અને ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર ફાઇટરની ટીમ પાણીનો મારો ચલાવી આગ બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કેમિકલ ભરેલું ટેન્કર બળીને ખાખ થઈ ગયો હતો. હાલના કારણે ટેન્કર માલિક લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.