ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર-અમીરગઢ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતઃ 3ના મોત, 10થી વધુ ઘાયલ - પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અમીરગઢ નેશનલ હાઈવે પર સોમવારની મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે 3 લોકના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

a-triple-accident-on-palanpur-amirgarh-national-highway
બનાસકાંઠા

By

Published : Feb 11, 2020, 2:43 AM IST

Updated : Feb 11, 2020, 3:15 AM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં માર્ગ-અકસ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં નાના-મોટા અકસ્માતોમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાલનપુર અમીરગઢ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત

સોમવાર મોડી રાત્રે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પાલનપુર-અમીરગઢ નેશનલ હાઈ-વે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મિનિટ્રક, લક્ઝરી અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા, જ્યારે લક્ઝરીમાં સવાર અન્ય 10થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

ઈજાગ્રસ્તોને આજુ-બાજુના લોકો દ્વારા તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતકની યાદી

  1. અધ્યાબેન મહેશભાઈ જોશી ( ઉ.વ-12, રહે . પાલનપુર )
  2. મેઘનાબેન મેહુલભાઈ જોશી ( ઉ.વ- 42, રહે. પાલનપુર )
  3. નીતિનભાઈ ચંદુભાઈ ( ઉ.વ-46, રહે.. રાજકોટ )

ઈજાગ્રસ્તોની યાદી

  1. અનંત ધર્મેશભાઈ ખત્રી
  2. રાહુલ જયદ્રભાઈ કાકો
  3. આશિષ રમેશભાઈ ચૌધરી
  4. નીલ નીતિનભાઈ માધવ
  5. જય નીતિનભાઈ માધવ
  6. મેહુલ કે જોશી
  7. જીગ્નેશ મુરલીઘર વારડે
  8. ધર્મિષ્ઠાબેન નીતિનભાઈ પોપટ
  9. મયંક દિનેશભાઈ ખત્રી
  10. ગોવિંદ લાલચંદભાઈ ખત્રી
Last Updated : Feb 11, 2020, 3:15 AM IST

ABOUT THE AUTHOR

...view details