દિનપ્રતિદિન આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. નર્મદા મુખ્ય કેનાલમાં આત્મહત્યા કરવા માટે બની હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ કેનાલમાં વારંવાર આપઘાત કર્યાની ઘટનાઓ સામે આવી રહી છે. કાંકરેજમાં ચાર દિવસમાં ચાર લોકો દ્વારા કેનાલમાં ઝંપલાવતા કાંકરેજ વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
બનાસકાંઠાની નર્મદા મુખ્ય કેનાલમાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો - આત્મહત્યાની ઘટના
ડીસાઃ બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં વારંવાર આત્માહત્યાનાં બનાવો સામે આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસમાં ચાર લોકોએ મુખ્ય કેનાલમા ઝંપલાવતા કાંકરેજ વિસ્તારમા અરેરાટી પ્રસરી ગઈ છે.
kenal
ચાર દિવસ પહેલા મોટા જામપુર ખાતે બે પ્રેમી પંખીઙા દ્વારા કેનાલમા ઝંપલાવતામાં આવ્યું હતું. ઘટનાના બીજા દિવસે ખારીયા પાસે કેનાલમાં ઓઢા ગામના યુવાને ઝંપલાવ્યું હતું. થરાદના તરવૈયા સુલતાન મીર દ્વારા રેસ્કુ કરી ખારીયા પાસે બનાવેલા કેનાલ ઉપરના સાયફનમાંથી મૃતદેહને બહાર કાઢવામા આવ્યો હતો. સવારે ઉણ ગામની એક યુવતીએ પણ રાણકપુર પાસે મુખ્ય કેનાલમા ઝંપલાવ્યું હતુ. મૃતદેહ શોધી લાવનાર તરવૈયા સુલતાન મીરને લોકોએ વધાવી લીધો હતો.