ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં 'છોરુ બન્યો કછોરુ' , માતા, પત્ની અને પુત્રની કરી હત્યા - બનાસકાંઠા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વારસામુહિક હત્યાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભીખાજી તખાજી પનારા નામના શખ્સે પોતાના જ પરિવારની કુહાડીના ઘા મારી હત્યા કરી છે.

rere

By

Published : Nov 2, 2019, 2:52 PM IST

Updated : Nov 2, 2019, 6:10 PM IST


બનાસકાંઠામાં લાખણીના ભકડીયાલ ગામમાં સામુહિક હ્ત્યાની ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે. ઘરના પુત્ર ભીખાજી તખાજી પનારા નામના શખ્સે પોતાના પત્ની, માતા અને પુત્રની કુહાડીના ઘા મારી હત્યા કરી છે. ઘટનાના સમાચાર ફેલાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ યુવાન માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.

પુત્રએ પોતાની માતા, પત્ની અને બાળકની કરી હત્યા

નોંધનીય છે કે ગત જૂન મહિનામાં બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી હતી. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
Last Updated : Nov 2, 2019, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details