ભાદરવી પૂનમે અંબાજી જતા પદયાત્રીઓ માટે ‘રનિંગ સેવા કેમ્પ’ યોજાયો - હરિ ઓમ શ્રી રનિંગ કેમ્પ
ખેડબ્રહ્માઃ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીના દર્શને પગપાળા જઈ રહેલાં ભક્તોનો પ્રવાહ ખેડબ્રહ્મા, ઇડર તરફ આગળ વધી રહ્યો છે. વાતાવરણમાં ફેરવાતાં વરસાદનો માહોલ સર્જાયો છે. જેના કારણે પદયાત્રીઓની સેવા માટે કોઇ કેમ્પ ઉભા કરાયા નહોતા. ત્યારે ‘ હરિ ઓમ શ્રી રનિંગ કેમ્પ’ પદયાત્રીઓની મદદ માટે પહોંચ્યો હતો.
ETV BHARAT
ગુજરાતની શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે દર્શન કરવા જતાં પગપાળા યાત્રીઓ ખેડબ્રહ્મા સુધી પહોંચ્યા છે. ત્યારે આ વિસ્તારના માર્ગો પર રાહત કેમ્પની સુવિધા વરસાદી વાતાવરણના કારણે હટાવી લેવામાં આવી હતી. જેના કારણે પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી 'શ્રી માં મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ' અને હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યોના દ્વારા રાહત કેમ્પ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં ટ્રસ્ટીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પદયાત્રીઓની સેવા કરી રહ્યાં છે.