બનાસકાંઠા : કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. જિલ્લામાં પણ દિવસેને દિવસે કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના 365 જેટલા કેસ નોંધાયા છે. જેમાં 17 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, ત્યારે આજે ડીસા શહેરમાં લોકો કોરોના વાઇરસની ગંભીરતા મામલે સજાગ બને તે માટે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.
ડીસામાં કોરોના જાગૃતિ અંગે રેલી યોજાઈ, માસ્ક, સેનીટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સની કરાઈ અપીલ - કોરોના સંક્રમિત
જિલ્લામાં વધતા જતા કોરોના વાઇરસના કેસ વચ્ચે લોકો ફરજીયાત માસ્ક, સેનીટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ રાખે તે માટે આજે શુક્રવારે ડીસામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી યોજી લોકોને અપીલ કરી હતી.
![ડીસામાં કોરોના જાગૃતિ અંગે રેલી યોજાઈ, માસ્ક, સેનીટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સની કરાઈ અપીલ કોરોના જાગૃતિ અંગે રેલી યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7972917-1018-7972917-1594382453040.jpg)
કોરોના જાગૃતિ અંગે રેલી યોજાઈ
કોરોના જાગૃતિ અંગે રેલી યોજાઈ
ભારત વિકાસ પરિસદ, લાયન્સ ક્લબ અને ABVP સહિતની સામાજિક સંસ્થાઓએ આજે રેલી યોજી હતી અને વિવિધ બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્ટ રાખે અને વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને માસ્ક પહેરીને જ ઘરથી બહાર નીકળે તે અપીલ કરી હતી. કોરોના વાઇરસનું પૂતળું બનાવી લોકોને આ રોગની ગંભીરતા અંગે પણ જાગૃત કર્યા હતાં.