બનાસકાંઠાડીસા તાલુકાના માલગઢ ગામની એક વિદ્યાર્થિનીને વિધર્મી યુવકે તેની પ્રેમજાળમાં ફસાવીને વિદ્યાર્થિનીની માતા અને તેના ભાઈને પણ નમાજ પઢ્તા કરી દેતા વિદ્યાર્થિનીના પિતાએ આ અંગે યુવકને સમજાવવાનો પ્રયાસ કરતાં યુવક અને તેના અન્ય સબંધીઓએ વિદ્યાર્થિનીના પિતાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અને 25 લાખ રૂપિયા આપવાનું દબાણ કરવામાં(Love Jihad case in Gujarat ) આવ્યું હતું.
ડીસામાં લવ જેહાદ સામે પ્રચંડ રોષ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસઆ ઘટનામાં વારંવાર વિધર્મી યુવક સહિત અન્ય લોકો દ્વારા થઈ રહેલા અયોગ્ય દબાણને પગલે કંટાળી ચૂકેલા વિદ્યાર્થિનીના પિતાએ આ અંગે પાલનપુર પહોંચી પાતાળેશ્વર મહાદેવ મંદિર આગળ જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર સારવાર મળી જતાં બચાવી લેવામાં સફળતા મળી છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીના પિતાને પાંચ દિવસની સારવાર બાદ ભાન આવતા ન્યાયની માંગ કરી હતી. આ ઘટનાના ન માત્ર ડીસા પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
લવ જેહાદના વિરોધમાં રેલી યોજાઈડીસામાં લવ જેહાદના( Love Jihad in Deesa)આ બનાવ અને વિધર્મી યુવકના ત્રાસને પગલે હિંદુ યુવકે કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ આજેહિંદુ સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં (Deesa Hindu Samaj rally)આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીની શરૂઆત કરવામાં આવે તે પહેલા ડીસાના સાઈબાબા મંદિર નજીક તમામ લોકો એકત્રિત થયા હતા અને વિશાળ સભાને સંબોધી હતી. આજે રેલીના આયોજનને પગલે ડીસામાં સમગ્ર ડીસા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. આજે ડીસાના વિવિધ વેપારી એશોસીએશન પણ આ રેલીમાં જોડાયા હતા. રેલીની શરૂઆત પહેલા સાઈબાબા મંદિર નજીક વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી અને વિધર્મી યુવકોને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.
હિંદુ સમાજમાં રોષ જોવા મળ્યોવિધર્મીઓ દ્વારા જે રીતે હિંદુ ઓના સન્માન પર ઠેશ પહોંચાડવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે તે જોતાં હિદું સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે માલગઢના પરિવાર સાથે બનેલી ઘટનાને પગલે સમગ્ર હિદું સમાજ દ્વારા જોરદાર એકતાના દર્શન કરાવવામાં આવ્યા હતા. અને શહેરના સાઈબાબા સર્કલથી પ્રચંડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં વિશાળ સંખ્યામાં હિદુંઓ જોડાયા હતા અને તમામ હિદુંઓના મોઢે માત્ર એક જ વાત હતી અને તે હિંદુ પરિવાર પર જુલમ આચારનારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી રહી હતી.સાઈબાબા સર્કલથી નીકળેલી આ મહારેલી ડીસાના ફુવારા સર્કલથી મુખ્ય બજાર પહોંચી હતી ત્યારબાદ આ રિસાલા બજાર અને એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલ થઈને પરત સાઈબાબા મંદિર ખાતે પહોંચી હતી.
જાહેર સભા યોજાઈશહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ રેલી પરત સાઈબાબા મંદિર ખાતે પહોંચી હતી અને ત્યારબાદ જાહેરસભાના સ્વરૂપમાં ફેરવાઇ હતી. આટલા ગંભીર મુદ્દાને લઈ એક તરફ જ્યાં હિંદુ સમાજ ન્યાયની માંગ કરી રહ્યો હતો તો બીજી તરફ હંમેશાની જેમ અહી પણ રાજકીય આગેવાનો પોતાનો રાજકીય રોટલો શેકવા માટે પહોંચી ગયા હતા.અને પોતાની હિંદુત્વની છબીને ચમકાવવાનો પ્રયાસ કરવા માટે આલિયા, માલિયા અને જમાલિયા જેવા શબ્દોનો પ્રયોગ કરતાં નજરે પડ્યા હતા. આટલી ગંભીર ઘટનામાં પણ આવા રાજકીય આગેવાનો રાજનીતિ રમતા નજરે પડ્યા હતા તે એક શરમજનક વાત છે. આવા રાજકીય નેતાઓએ ન્યાય અપાવવો જોઇયે. નહીં કે જૂઠ્ઠા ભાષણો આપવા જોઇયે. લોકોની ભીડને જોઈને ઉત્સાહિત થતાં અને પોતાને હિંદુત્વના મસીહા કહેનારા આવા નેતાઓની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય તે પણ નેતાઓ માટે શરમજનક વાત છે.
એક જ સૂરમાં ન્યાયની માંગ કરીછેલ્લા પાંચ વર્ષમાં ડીસામાં ક્યારેક કોઈ વિધર્મી નાના બાળકને નગ્ન કરીને માર મારે છે તો ક્યારેક કોઈ વિધર્મી કોલેજો આગળથી પસાર થતી હિંદુ દીકરીઓની છેડતી કરતાં હોય છે. આટલું ઓછું હોય તેમ આ વિધર્મી યુવકોની છેલ્લા પાંચ વર્ષમાં તો એટલી હિંમત વધી ચૂકી છે કે હિંદુ દીકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેના પરિવારને ઇસ્લામ ધર્મ કબુલ કરવાની ફરજ પાડી રહ્યા છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં કહેવાતા હિંદુઓના મસીહાના રાજમા જ આ ઘટનાઓ વધવા માંડી છે. ત્યારે આ નેતાઓ ક્યાં હોય છે..? પરંતુ આજે ન્યાય માટે ડીસામાં નીકળેલી આ રેલીમાં હિંદુ સમાજ દ્વારા જોરદાર એકતાના દર્શન કરાવવામાં આવ્યા હતા.હિંદુ સમાજ દ્વારા આવા નેતાનીઓ રાજનીતિ ઉપર ઊઠીને તેમની વાતોને નજર અંદાજ કરીને બસ એક જ સૂરમાં ન્યાયની માંગ કરી હતી. સમગ્ર રેલી દરમિયાન આરોપીઓની ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયોઆ રેલીના પ્રસ્થાન બાદ રેલી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ રહી હતી. તે દરમિયાન પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. પોલીસના લાઠી ચાર્જના લીધે રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને લઈ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રેલી શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ રહી હતી તો પોલીસને લાઠીચાર્જ કરવાની જરૂર કેમ પડી.? શું આ લાઠી ચાર્જ પોલીસ દ્વારા કોઈના ઇશારે કરવામાં આવ્યો હતો? આવા અનેક સવાલોને પગલે આજે ડીસા પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે.