ગુજરાત

gujarat

ETV Bharat / state

રાણપુર ઉગમણા વાસમાં લીમડાના ઝાડ પરથી અજગર પકડાયો - Banaskantha news

ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ગામની કેનાલ પાસેથી લીમડાના ઝાડ પર સાત ફુટ લાબો અજગર નજરે પડ્યો હતો. જેથી સ્થાનિક ખેડૂતોએ સદભાવના ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો અને તેઓએ અજગરને ઝડપી લીધો હતો.

Deesa
Deesa

By

Published : Jan 18, 2021, 10:59 PM IST

  • ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસમાં લીમડાના ઝાડ પરથી અજગર પકડાયો
  • ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસમાં લીમડાના ઝાડ પર અજગર દેખાયો
  • ગરમીનો માહોલ શરૂ થતા જ્યારે જીવન તો જમીનમાંથી બહાર આવવાની શરૂઆત

બનાસકાંઠા : હાલમાં ઠંડી ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. જેના કારણે બપોર બાદ જમીનમાં ભારે ઉકળાટ રહેતો હોય છે. જેના કારણે હવે ઝેરી જીવજંતુઓ બહાર આવી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જેસોરનું મોટુ અભ્યારણ આવેલું છે. જેના કારણે દર વર્ષે પ્રાણીઓ અને ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં ખોરાક અને પાણીની શોધમાં શહેરી વિસ્તાર તરફ જોવા મળતા હોય છે, ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામે પણ અજગર જોવા મળ્યો હતો.

રાણપુર ઉગમણા વાસમાં લીમડાના ઝાડ પરથી અજગર પકડાયો

સદભાવના ફાઉન્ડેશનના સભ્યોએ અજગરને પકડી વન વિભાગને સુપ્રત કર્યો

ડીસા-દાંતીવાડા રોડ ઉપર આવેલ રાણપુર ઉગમણા વાસ ગામની સીમમાંથી પસાર થતી કેનાલની બાજુમાં ઉભેલા લીમડા ઉપર સાત ફુટ જેટલો લાબો અજગર નજરે પડ્યો હતો. અજગરના સમાચાર મળતાં જ સ્થાનિક ખેડૂતો એકત્ર થઇ ગયા હતા. અજગર પકડવા અંગે સદભાવના ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી સદભાવના ફાઉન્ડેશનના પ્રમુખ મોક્ષ માળી, પ્રકાશ સાંખલા, દિપક ખત્રી, કિશન ઠાકોર દ્વારા આ બાબતની જાણ વન વિભાગને કરતા વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. બાદમાં સહી સલામત રીતે અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને તેને સલામત જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવતા સમગ્ર ગામના લોકોને હાશકારો થયો હતો. ગામલોકોએ સદભાવના ફાઉન્ડેશનના તમામ મિત્રો સહિત વન વિભાગનો પણ આભાર માન્યો હતો.

અજગર દેખાતા રાણપુર વાસમાં ભયનો માહોલ

ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ખાતે આજે મોટો અજગર જોવા મળ્યો હતો. અજગર ઝાડ પણ વીંટળાયેલો જોતા જ લોકોમાં દોડધામ મચી ગઇ હતી. રાણપુર ઉગમણાવાસમાં મોટાભાગે ખેડૂતો રહે છે અને આ અજગર જોતા પોતાના પશુઓને લઇને મોટી ચિંતા જોવા મળી હતી અને જ્યાં સુધી અજગર પકડાયો નહીં ત્યાં સુધી સમગ્ર રાણપુર વિસ્તારમાં ભાઈનો માહોલ છવાયો હતો. પરંતુ જે બાદ ખેડૂતો દ્વારા સ્થાનિક સાપ પકડવા વાળાને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આજ કારણે ઝડપી પાડયો હતો અને તેને સુરક્ષિત રીતે જંગલમાં જ છોડવામાં આવતા રાણપુર વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details