- એક જગ્યા પર લોકો વધુ એકત્રિત ન થાય તે માટે સરકારી ગાઈડલાઈન જાહેર કરી
- લગ્ન પ્રસંગોમાં 50 લોકોને જ અનૂમતિ આપવામાં આવી
- બનાસકાંઠામાં લગ્ન પ્રસંગે 200 લોકો ઉપસ્થિત રહ્યા
બનાસકાંઠા : સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસની મહામારીએ ભારે માથું ઉચક્યું છે અને લોકોના વધેલા સંક્રમણના કારણે દિવસેને દિવસે કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. સાથોસાથ વધતા જતા કોરોના વાયરસના કેસમાં અત્યારસુધી અનેક દર્દીઓના મોત પણ થયા છે.
આ પણ વાંચો : બાલદા ગામે લગ્ન પ્રસંગે થયો જાહેરનામાંનો ભંગ, 50થી વધુ લોકો એકઠા થયા
કેટલાક લગ્ન પ્રસંગો પર લોકો 50થી પણ વધુ મહેમાનોને એકત્રિત કરી રહ્યા
સરકાર દ્વારા એક જગ્યા પર લોકો વધુ એકત્રિત ના થાય તે માટે સરકારી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં મોટા મેળાવડા વરઘોડો જેવા અન્ય પ્રસંગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે કોરોના વાયરસના કેસમાં ઘટાડો કરી શકાય તો બીજી તરફ હાલમાં લગ્નની સિઝન હોવાના કારણે સરકાર દ્વારા 50 લોકોને જ પ્રસંગે ભેગા કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આજે પણ કેટલાક લગ્ન પ્રસંગો પર લોકો 50થી પણ વધુ મહેમાનોને એકત્રિત કરી રહ્યા છે. ત્યારે હવે એક આવા લગ્ન પ્રસંગોનું આયોજન કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.