ધાનેરા નગરપાલિકામાં ફરી એકવાર અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાઈ
અગાઉ પણ ભાજપના સદસ્યોએ કોંગ્રેસના સદસ્ય સામે કમિશનરને રજૂઆત કરી હતી
છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ભાજપ કોંગ્રેસના દાવપેચ વચ્ચે ધાનેરા નગરના વિકાસની ગતિ ધીમી પડી
ધાનેરા નગરપાલિકામાં બીજી વખત અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાઈ - Dhanera News
બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ફરી એક વખત સંકટના વાદળો ઘેરાયા છે. નગરપાલિકા માં પ્રમુખ, ઉપપ્રમુખ વિરુદ્ધ ભાજપના તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે, કોંગ્રેસ પાસે બહુમત હોવાથી ભાજપ અવિશ્વાસની દરખાસ્ત કેવી રીતે પસાર કરાવશે તેના પર સૌની નજર છે.
ધાનેરા: બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ફરી એક વખત સંકટના વાદળો ઘેરાયા છે. નગરપાલિકા માં પ્રમુખ, ઉપપ્રમુખ વિરુદ્ધ ભાજપના તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે, કોંગ્રેસ પાસે બહુમત હોવાથી ભાજપ અવિશ્વાસની દરખાસ્ત કેવી રીતે પસાર કરાવશે તેના પર સૌની નજર છે.
ધાનેરા નગરપાલિકામાં ફરી એકવાર અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાઈ
છેલ્લા 3 માસથી ધાનેરા પાલિકામાં ભાજપ-કોંગ્રેસ રાજકીય સંતાકૂકડી રમી રહ્યા હોય તેવી પરિસ્થિતિ બની રહી છે. થોડાક સમય પહેલા વિકાસના કામોમાં ગેરરીતિ બાબતે સત્તાધારી કોંગ્રેસના 16 સદસ્યોને કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા. ત્યાં જ ભાજપના 11 સદસ્યોએ ફરી એક વખત અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર સમક્ષ રજુ કરી છે. ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી પણે કામ કરે છે અને વિકાસ કામો કરવામાં પણ નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપો સાથે ભાજપનાં તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી.
અગાઉ પણ ભાજપના સદસ્યોએ કોંગ્રેસના સદસ્ય સામે રજૂઆત કરી હતી
તો બીજી તરફ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય દ્વારા ભાજપ સામે આક્ષેપ કરાયા છે કે, ભાજપના સદસ્યો સત્તા હાંસિલ કરવા અવનવા પેતરાઓ રચી રહ્યા છે. અગાઉ પણ ભાજપના સદસ્યોએ કોંગ્રેસના સદસ્ય ઉપર ખોટી આક્ષેપબાજી કરીને ભ્રષ્ટાચાર મુદ્દે કમિશનરને રજૂઆત કરી સસ્પેન્ડ કરાવ્યા હતા. પરંતુ સમગ્ર મામલો હાઇકોર્ટમાં જતા હાઈકોર્ટે કોંગ્રેસના જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં ત્યાં સુધી સભ્યોનો વહીવટી ચાર્જ ચાલુ રાખ્યો હતો. જો કે, આ અવિશ્વાસ ની દરખાસ્ત પણ નિષ્ફળ જશે તેમ કોંગ્રેસ નું માનવું છે.
છેલ્લા ચાર મહિનાથી ભાજપ-કોંગ્રેસના દાવપેચ વચ્ચે ધાનેરાનો વિકાસ ધીમો પડ્યો
ધાનેરા નગરપાલિકામાં સત્તા મેળવવાની રાજકીય સંતાકૂકડી રમવામાં નગરનો વિકાસ રૂંધાય તો નવાઈ નહીં. કરણ કે, છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ભાજપ-કોંગ્રેસના દાવપેચ વચ્ચે ધાનેરા નગરના વિકાસની ગતિ ધીમી પડી છે અને નેતાઓ સત્તાની લ્હાયમાં સામાન્ય જનતાની સમસ્યાને કોરાણે મૂકી રહ્યા છે. જોકે, કોંગ્રેસ ફરી એકવાર ભાજપની અવિશ્વાસની દરખાસ્ત રૂપી અગ્નિપરીક્ષા માંથી પાસ થાય છે કે કેમ તે જોવું રહ્યું.