ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha News: ડીસામાં સખી મંડળની બહેનો દ્વારા સરસ મેળાનું કરાયું આયોજન - Sakhi Mandal Disa

બનાસકાંઠા જિલ્લાના ડીસા હવાઇ પીલ્લર ખાતે ધારાસભ્ય પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ગ્રામીણ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ માટે સરસ મેળો- 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 55 જેટલા સ્ટોલમાં મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકલાની વસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવી છે.

ડીસામાં સખી મંડળની બહેનો દ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું
ડીસામાં સખી મંડળની બહેનો દ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 9:57 AM IST

બનાસકાંઠા: ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળાનું ઉદઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મેળામાં 55 જેટલા વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વલસાડ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ્સ, લાઈવ ફૂડ એન્ડ ફનના સ્ટોલ રાખવામાં આવ્યા છે.

સૌનું સ્વાગત કરીને મહિલાઓને પ્રોત્સાહન: આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આપણા દેશના નરેન્દ્ર મોદીએ સખી મંડળોની શરૂઆત કરાવી હતી. જેના થકી મહિલા આજે પગપર બની રહી છે, અને વિવિધ વસ્તુઓ બનાવી તેઓ માર્કેટમાં મૂકી રહી છે. જેના થકી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. તેમણે બટાકા નગરી ડીસામાં સૌનું સ્વાગત કરીને મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ચીજ વસ્તુઓ બનાવનાર મહિલાએ આપી માહિતી: "આજે મેં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનો પોતાના પગ ઉપર ઊભી થાય અને બહેનોને પોતાની આજીવિકા માટે યોગ્ય ધંધો મળે તેના માટે અમે અમારા જાતે જે હાથથી જે ચીજ વસ્તુઓ બનાવીએ છીએ તે લઈને આવ્યા છીએ. અમે કચ્છના નખત્રાણા તાલુકા માંથી આવ્યા છીએ આમાં અમુક લોકો હાથ ગુંથણનું કામ કરે છે. અમુક સિલાઈ કામ કરે છે. અમુક માટીના વાસણો બનાવે છે. અમુક લોકો શ્રીફળમાંથી અમુક ચીજ વસ્તુઓ બનાવે છે. જેવી અલગ અલગ વેરાઇટી વાળી ચીજ વસ્તુ બનાવે છે. અહીં ખૂબ મોટો મેળો યોજાયો છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં વસ્તુઓ લેવા માટે આવે છે."

  1. Banaskantha Farmer Issue : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ
  2. Gujarat Rain News: બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન

ABOUT THE AUTHOR

...view details