ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર નગરપાલિકામાં અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો - પાલનપુરના તાજા સમાચાર

પાલનપુર નગરપાલિકા ખાતે ગુરૂવારે અવિશ્વાસની દરખાસ્ત મામલે સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ સામે રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્નો ફિયાસ્કો થયો હતો.

ETV BHARAT
પાલનપુર નગરપાલિકામાં અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

By

Published : Mar 5, 2020, 6:45 PM IST

Updated : Mar 5, 2020, 7:50 PM IST

બનાસકાંઠાઃ મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર સામે ભ્રષ્ટાચાર અને વિકાસના કામો ન થતાં હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે મુદ્દે ગુરૂવારે નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના 16 સભ્યોએ અવિશ્વાસના દરખાસ્તની તરફેણમાં મત આપ્યા હતા, જ્યારે ભાજપના માત્ર 4 સભ્યો જ હાજર રહ્યા હતા. જેથી કુલ 44 સભ્યોમાંથી બે તૃતીયાંશ સભ્યોની જગ્યાએ માત્ર 16 સભ્યોએ જ મત આપતાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો.

પાલનપુર નગરપાલિકામાં અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

દરખાસ્ત નામંજૂર થવાથી પણ કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, બે તૃતીયાંશ સભ્યોએ જે તરફી મતદાન કર્યું, તે તરફી નિર્ણય આપવો જોઈએ. આ ઉપરાંત કોંગ્રેસે આ મુદ્દે આગળની કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતું.

Last Updated : Mar 5, 2020, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details