આંજણા સમાજ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સભા યોજાઇ હતી. જેમાં ખાસ કરીને પૂર્વ કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરી, પૂર્વ રાજ્યપ્રધાન શંકરભાઇ ચૌધરી, હરજીવનભાઇ પટેલ ઉપસ્થિત હતા. આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને પડોશી રાજ્ય રાજસ્થાનના શિરોહી જાલોર મતવિસ્તારના ભાજપના નવા સાંસદ દેવજીભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આંજણા સમાજના IAS અને IPS અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. સમારોહમાં આંજણા સમાજની વિશિષ્ટ મહિલાઓેને શાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંબાજી ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ દ્વારા યોજાઇ બેઠક - Sankar chudhari
અંબાજીઃ ગુજરાત રાજ્ય અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી. જેમાં કારોબારી અને નારીશક્તિને કેન્દ્રમાં રાખીને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજી ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ દ્વારા યોજાઇ બેઠક
અંબાજી ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ દ્વારા યોજાઇ બેઠક
વધુમાં ભાજપ સાંસદ દેવજીભાઇ પટેલે બનાસકાંઠ જિલ્લામાં ત્રીજી વાર સાંસદ બનવા બદલ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.