ગુજરાત

gujarat

ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ

By

Published : May 26, 2020, 7:43 PM IST

ડીસા નગરપાલિકામાં આજે લોકડાઉન દરમિયાન જનરલ બોર્ડની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડન વિષે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં આ બગીચાને ખુલ્લો મૂકવા ઉપરાંત આ બગીચામાં થયેલી કથિત ગેરરીતિ અંગે તપાસ નિમવાની જાહેરાત કરવામાં આવી હતી.

ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ
ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ

ડીસાઃ નગરપાલિકાની યોજાયેલી આ સાધારણ સભામાં શહેરના વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. આજે યોજવામાં આવેલી ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં ડીસા શહેરમાં સોલર પ્લાન્ટ બનાવવા ઉપરાંત શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નર્મદાના પાણી અંગે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકાના તમામ સભ્યોની સહમતીથી ડીસા શહેરમાં આગામી સમયમાં આ બંને પ્રોજેકટ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ પ્રોજેકટની દરખાસ્ત સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ
આજની સાધારણ સભામાં જે અગત્યનો મુદ્દો ચર્ચામાં રહ્યો, તે ડીસા શહેરમાં બે વર્ષ પહેલા તૈયાર થયેલો નાનાજી દેશમુખ ગાર્ડનનો હતો. આ બગીચો પહેલા સરકારી જમીન પર મંજૂરી વગર બનાવવામાં આવ્યો હોવાના લીધે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. ત્યારે આજે આ બગીચાને ડીસા શહેરની જનતા માટે ખુલ્લો મૂકવા અને તેનું સમારકામ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે વિપક્ષના નેતાએ પણ માગ કરી હતી કે, બગીચા જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તે નિર્ણય ખૂબ સારો છે. પરંતુ આ બગીચો બનાવવામાં પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જો સરકારી નાણાનો દુર્વ્યય થયો હોય તો તેની સામે પણ પગલાં લેવાની માગ કરી હતી.

આ ઉપરાંત આજના આ જનરલ બોર્ડમાં સંગીન મામલો પણ સ્થાનિક ધારાસભ્યએ બહાર લાવ્યો હતો. બગીચા પર ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ બગીચામાં જે પણ લોકોએ સરકારી નાણાંનો દૂરઉપયોગ કર્યો છે. તે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજની આ સાધારણમાં ફરી એકવાર શાસક પક્ષના સભ્યો જ પરસ્પર વિરોધ કરતાં નજરે પડ્યા હતા. અને શાસક પક્ષે જ વિપક્ષની ભૂમિકા ભજવી હોય તેવું જોવા મળ્યું હતું. પરંતુ આજે નાનાજી દેશમુખ ગાર્ડન અને લેટરપેડના મુદ્દે પૂર્વ પાલિકા પ્રમુખની મુશ્કેલીઓમાં આગામી સમયમાં ચોક્કસ વધારો થાય તો નવાઈ નહીં.

ABOUT THE AUTHOR

...view details