ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદના આસોદર ગામે પરિણીત મહિલાનું છરીની અણીએ અપહરણ કર્યું - થરાદ પોલીસ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદના આસોદર ગામે પ્રેમલગ્ન કરનાર એક યુવતીને સાસરીમાંથી તેના પિયારીયાઓ છરીની અણીએ અપહરણ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. બે ગાડી ભરીને તલવાર, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા શખ્સોએ તેનું અપહરણ કરી ગયા હોવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જતાં થરાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ પોલીસ
થરાદ પોલીસ

By

Published : Jun 19, 2021, 9:30 AM IST

  • પ્રેમ લગ્ન કરેલ યુવતીનું પિયર પક્ષના લોકોએ અપહરણ કર્યું
  • પિયરિયાઓ બે ગાડી ભરીને અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યા
  • સાસરિયામાંથી પિયરિયાઓ છરીની અણીએ અપહરણ કરીને લઇ ગયા

બનાસકાંઠા :જિલ્લાના સરહદી થરાદ તાલુકાના આસોદર ગામે રહેતા ડાયા ચૌધરી તેમના સમાજની હેતલ ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન હેતલ ચૌધરીના પિયરિયાઓને મંજુર ના હોય અવાર-નવાર ડામરાભાઈને તેમની દીકરીને ઉપાડી જવાની ધમકી આપતા હતા. તે દરમિયાન ગુરૂવારે ડામરાના સાસરિયાઓ બે ગાડી ભરીને અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા.

આ પણ વાંચો : મેઘરજમાં પૂજારીએ યુવતીનું અપહરણ કરતા લોકોમાં રોષ

સમગ્ર ઘટના પણ CCTV કેમેરામાં કેદ થઈ

પરિવારજનો કંઈ પણ સમજે તે પહેલા જ તલવાર ધારિયા અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ગાડીમાંથી ઉતરેલા લોકો ઘરમાં ઘૂસી ગઈ હેતલને ઉપાડી ગયા હતા. હેતલને ઉપાડી ગયા હોવાની આ સમગ્ર ઘટના પણ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : 2 માસના બાળકનું 2 મહિનામાં 2 વાર અપહરણ, પોલીસે 2 વાર માતાને કર્યું પરત

હેતલનું અપહરણ કરનાર સાત લોકો સામે ફરિયાદ નોંધાવી

થરાદ તાલુકાના આસોદર ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરિયામાંથી તેના પિયરિયાઓ છરીની અણીએ અપહરણ કરીને ગયા હોવાની ઘટના સામે આવી હતી. આ બનાવને પગલે ડામરાભાઈએ તાત્કાલિક થરાદ પોલીસ મથકે દોડી આવ્યા હતા. હેતલનું અપહરણ કરનાર અમરા દેવસીભાઈ ચૌધરી, અમરા નાગજીભાઈ ચૌધરી અને જયંતીભાઈ ચૌધરી અને બીજા ચાર શખ્સો સહિત કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે હેતલ સહિત તેમને ઉઠાવી જનાર લોકોની શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details