- થરાદમાં એક વર્ષ અગાઈ થયેલી ચોરીનો આરોપી ઝડપાયો
- આરોપી સોના- ચાંદીની દુકાન ધરાવતો હતો
- ચોરીનો મુદ્દામાલ પોતે રાખી તેને પોતાની દુકાનમાં ઓગાળીને બજારમાં વેચી દેતો હતો
બનાસકાંઠા : જિલ્લાના સરહદી થરાદ પોલીસે સરહદી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી આંતરરાજ્ય ટોળકીનાં મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. જેમાં થરાદ તાલુકાના ડૂવા ગામના વતની અને રાજસ્થાનના ભીનમાલ ખાતે સોના- ચાંદીની દુકાન ધરાવતો પોપટલાલ સોની જે ગામડાઓમાં રેકી કરી તેમના સાગરીતોને બાતમી આપીને ચોરી કરાવતો હતો. જે બાદમાં ચોરીનો મુદ્દામાલ પોતે રાખી તેને પોતાની દુકાનમાં ઓગાળીને બજારમાં વેચી દેતો હતો.
થરાદમાં ઘરફોડ ચોરીના ચાર ગુનામાં ચોરી થયેલા મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો આ પણ વાંચો :પોરબંદર પોલીસે ઘરફોડ ચોરી અને ચીલ ઝડપના 11 ગુનાનો ભેદ ઉકેલ્યો
ચોરીના મુદ્દામાલ સહિત 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ચોરીના બનાવોમાં સતત વધારો થતાં થરાદ પોલીસ સતર્ક બની છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક વર્ષ પહેલા ચોરીની ઘટનામાં થરાદ પોલીસે આરોપીને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો છે અને ચોરી કરેલો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક વર્ષ પહેલા થરાદ તાલુકાના ડુવા ગામે રહેતા ચંપકલાલ સોનીના ઘરે રાત્રે સોના- ચાંદીનાની ચોરી થઈ હતી. જેની તપાસ થરાદ પોલીસ કરી રહી હતી. જ્યારે એક વર્ષ પહેલા થયેલી ચોરીની તપાસમાં થરાદ પોલીસે બાતમીના આધારે થરાદના ડુવા ગામના રહેવાસી અને રાજસ્થાનના ભીનમાલમાં રહેતો પોપટલાલ સોની આરોપીને પકડી પડ્યો છે. પોપટલાલ સોનીને બોલાવી પૂછપરછ કરતાં તેણે રેકી કરીને તેના બે સાગરીતો પાસે ત્રણ જગ્યાએ ચોરી કરાવી હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે ચોરી કરેલા 5.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો :વલસાડ LCBએ લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંકળાયેલા 10ની અટકાયત કરી
ઝડપાયેલા આરોપી પોપટલાલ સોનીએ ત્રણ ચોરી કરી હોવાનું કબૂલ્યું
થરાદ પોલીસે પૂછપરછ કરતા આરોપી પોપટલાલે ચોરી કર્યાનું કબૂલ્યું હતું. જ્યારે પોતે તથા તેમના સાગરિતો માંગીલાલ હરચંદજી દેવાસી તથા દીનેશ પટેલ સાથે મળીને થરાદના ડુવા ગામે રહેતા ચંપકલાલ સોનીના ઘરેથી સોના- ચાંદીના અલગ- અલગ દાગીના રાખતા હોવાની માહિતી તેમને બન્ને સાગરીતોને આપી આયોજન કરી ડુવા ગામે ચોરી કરવાની જગ્યા બતાવી ચોરી કરવાનું આયોજન કર્યું હતું.