ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમના દિવસે યાત્રાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું - Dharnidhar

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મીની અંબાજીથી ઓળખાતા પવિત્ર યાત્રાધામ ઢીમાની અંદર લોકડાઉનને લઈને ચાર-પાંચ મહિનાઓથી પૂનમના દિવસે ભરાતા મેળોઓ મોકૂફ રાખવામાં આવ્યા હતા. જેને લઈને અત્યારે ભાદરવા મહિનાની પૂનમના દિવસે ધરણીધર ભગવાનનું મંદિર ખુલતા ભક્તોની ભીડ ઉમટી હતી.

યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમના દિવસે યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું
યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમના દિવસે યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

By

Published : Sep 2, 2020, 7:30 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની અંબાજીથી ઓળખાતા પવિત્ર યાત્રાધામ ઢીમાની અંદર લોકડાઉનને લઈને ચાર-પાંચ મહિનાઓથી પૂનમના દિવસે ભરાતા મેળોઓ મોકૂફ રાખવામાં આવ્યા હતા. જેને લઈને ભાદરવા મહિનાની પૂનમના દિવસે ધરણીધર ભગવાનનું મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. જેથી ભવ્ય મોટો લોકમેળો ભરાયો હતો. જેમાં યાત્રાળુઓ પણ દાદાના દર્શન કરવા ભાન ભૂલ્યા હતા કે કોરાના વાઈરસની બિલકુલ બીક રાખ્યા વગર યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝૂકાવવા ઉમટી પડ્યા હતા.

યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમના દિવસે યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

જો કે, આ દરમિયાન ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા અને વાવ પોલીસ સ્ટાફ દ્વારા તકેદારીના ભાગરૂપે આવનારા યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે જેને ધ્યાનમાં લઇને મંદિરના પ્રવેશ દ્વારના આગળના ભાગે સેનેટાઈઝર ફુવારાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમના દિવસે યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

જેને લઇને ધરણીધર મંદિર પરિસરની અંદર જે પણ યાત્રાળુ પ્રવેશ કરે તેના પહેલા તેને સેનેટાઇઝ કરી અને મોઢા ઉપર ફરજિયાત માસ્ક પહેરાવ્યા પછી જ મંદિર પરિસરની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. દર્શને આવનાર યાત્રિકોને જમવાની કોઈપણ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને રામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટના મહંત જાનકીદાસજી મહારાજ દ્વારા સોશિયલ ડિસ્ટનની તકેદારી રાખીને આવનાર યાત્રિકો માટે રામ આશરા અન્ન ક્ષેત્ર ભોજનાલય ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેથી દૂર દુરથી આવનાર ભક્તોએ પ્રસાદ રૂપી ભોજનનો લાભ લીધો હતો.

યાત્રાધામ ઢીમામાં ભાદરવી પૂનમના દિવસે યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

ABOUT THE AUTHOR

...view details