ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે પણ પરંપરા જાળવી રાખતો શિયા ગામનો દાઉદી વોરા સમાજ - કાંકરેજ ગામમાં અનોખા લગ્ન

બનાસકાંઠા જિલ્લામાં એક એવો સમાજ છે.જે વિતેલા સમયની યાદ તાજી કરાવી રહ્યો છે. કાંકરેજ તાલુકાનાં શિયા ગામનો દાઉદી વોરા સમાજમાં રીત રિવાજ મુજબ લગ્નની જાન આજે પણ બળદ ગાડું અને ઊંટગાડીમાં લઇ જવામાં આવે છે.

કાંકરેજ ગામમાં અનોખા લગ્ન, બળદ ગાડું લઈને પહોંચ્યો વરરાજા પરણવા
કાંકરેજ ગામમાં અનોખા લગ્ન, બળદ ગાડું લઈને પહોંચ્યો વરરાજા પરણવા

By

Published : Mar 21, 2021, 4:49 PM IST

Updated : Mar 21, 2021, 5:27 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ગામમાં અનોખા લગ્ન
  • લગ્ન પ્રસંગે વરરાજો બળદ ગાડું લઈને પહોંચ્યા પરણવા
  • દાઉદી વોરા સમાજમાં આજે પણ જાન બળદગાડું કે ઊંટ ગાડીમાં લઇ જાવામાં આવે છે

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકાનાં શિયા ગામનો દાઉદી વોરા સમાજમાં આજે પણ જાન બળદ ગાડું કે ઊંટ ગાડીમાં લઇ જાવામાં આવે છે. આ સમાજના રિવાજ મુજબ આજે શિયા ગામના સરપંચ રશ્મિનબેનની દીકરી નબીયાની જાન કારમાં નહીં પરંતુ બળદ ગાડામાં પહોંચી હતી. દાઉદી વોરા સમાજમાં આજે પણ આ પરિવારે પ્રાચીન સમય મુજબ બળદ ગાડું અને ઊંટ ગાડા સાથે જાન લઈને શિયા ગામ પહોંચ્યા હતા. શિયા ગામમાં જાન પહોંચતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

કાંકરેજ ગામમાં અનોખા લગ્ન, બળદ ગાડું લઈને પહોંચ્યો વરરાજા પરણવા

આજના આધુનિક યુગમાં લોકો માટે પ્રેરણારૂપ સાબિત લગ્ન

આજના આધુનિક યુગમાં દરેક યુવાનના લગ્ન મોજશોખથી કરવામાં આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજના આ યુગમાં લોકો ડીજે સાઉન્ડ, ઘોડા ઉપર જાન લઈને લગ્ન કરતા હોય છે અને મોટા પ્રમાણમાં આવા લગ્નમાં ખર્ચ પણ થતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં વરરાજો બળદ ગાડું લઈને પહોંચતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. આધુનિક યુગમાં મોટાભાગે યુવાનો લગ્ન પ્રસંગે લાખો રૂપિયાના ખર્ચ કરતા હોય છે. પરંતુ આજે કાંકરેજમાં પહોંચેલી જાન લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે. જેનું કારણ છે વર્ષો જૂની પરંપરા આજે પણ દાઉદી વહોરા પરિવાર નિભાવી હતી.

Last Updated : Mar 21, 2021, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details