ડીસા તાલુકામાં આવેલા નાનકડા કાંટ ગામના ખેડૂતોની દિકરીઓ કિંજલ અને પાયલ છે. આ બંને દીકરીઓ નાનપણથી રમત ગમત પ્રત્યે લગાવ ધરાવે છે અને અત્યારે ડીસા તાલુકાનાં અજાપુરા ગામમાં આવેલી જી. જી. માળી વિદ્યાસંકુલમાં અભ્યાસ કરે છે. આ દિકરીઓ ભલે નાના પરિવાર અને નાના ગામમાં ઉછરી હોય પરંતુ તેમના ઈરાદા બુલંદ છે.
ચંદીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખોની સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતમાં ટીમમાંથી ઉમદા પ્રદર્શન કર્યું છે. આ બંને બાળકીઓને ગોલ્ડ મેડલથી નવાજમાં આવી છે. આ બંને દિકરીએ મેળવેલી સિધ્ધી કોઈ નાની સિધ્ધી નથી. કારણ કે બંને દિકરીઓ ડીસા જેવા નાના તાલુકાનાં નાના ગામની દિકરીઓ છે અને રાષ્ટ્રીય કક્ષાએ મોટા મોટા શહેરોના રમતવીરો ભાગ લેતા હોય છે અને આ રમતવીરોને પછાડી આ દિકરીએ જે સિધ્ધી હાંસલ કરી છે. તે ખરેખર કાબિલે દાદ છે. તેમણે આ સિદ્ધિ મળી છે. તેની પાછળ ગ્રામજનો અને તેમના કોચનો ખૂબ જ સહયોગ હતો.