બનાસકાંઠા: જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 7 કેસ નોંધાયા છે. એક સાથે નવા 7 કેસ આવતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. નવા નોંધાયેલા કેસમાં ડીસા શહેરમાં 3 ,ધાનેરા શહેરમાં 2, દાંતીવાડા તાલુકાના રાનોલ અને મોટી ભાખર ગામે 1-1 કેસ સામેલ છે. આ સાથે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 116 પર પહોંચી છે.
બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - બનાસકાંઠાના તાજા સમાચાર
બનાસકાંઠા જિલ્લામાં રવિવારે કોરોના વાઇરસના વધુ 7 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જેથી જિલ્લામાં આવેલા કોરોના વાઇરસ વાળા તમામ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
આરોગ્ય વિભાગે વિવિધ ટીમો બનાવીને નવા પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. આ ઉપરાંત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ યાદી તૈયાર કરી શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાની પણ તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારથી બનાસકાંઠા જિલ્લામાં વેપારીઓને વધુ છૂટછાટ આપવામાં આવી છે અને માર્કેટ પણ સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગરી આપવામાં આવી છે.